ધાર્મિક:પાટણ ખાતે પદ્મનાભજીના સપ્તરાત્રી રેવડીયા મેળાની તડામાર તૈયારીઓ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સપ્તરાત્રી મેળા ને પગલે ભક્તો દ્વારા ભગવાનના માટીના ક્યારા સહિત ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. - Divya Bhaskar
સપ્તરાત્રી મેળા ને પગલે ભક્તો દ્વારા ભગવાનના માટીના ક્યારા સહિત ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
  • હરિભક્તો દ્વારા માટી સ્વરૂપે પુજાતા કયારાઓનુ સમારકામ હાથ ધરાયું
  • કોરોનાની​​​​​​​ ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને ભક્તો માટે દશૅનની વ્યવસ્થા કરાઈ

પાટણ ખાતે કારતક સુદ ચૌદસ થી કારતક વદ પાંચમ સુધી ભરાતા પ્રજાપતિ-સ્વામી પરિવારના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીનાં સપ્તરાત્રી રેવડીયા મેળા ને પગલે મંદિર ટ્રસ્ટ સહીતના ભાવિક ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા સરકાર ની ગાઈડ લાઈન મુજબ સપ્ત રાત્રી રેવડીયા મેળા સાદગી પૂર્ણ રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે મંદિર પરિસર ખાતે મેળા દરમિયાન ઉભા કરવામાં આવતાં મનોરંજન નાં સાધનો કે ખાણી પીણીના સ્ટોલ ઉપર ચાલું સાલે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

દર્શનાર્થીઓ ભગવાન ની રવાડી સ્વરૂપે નીકળતી જ્યોતના દર્શન કરી શકે તે માટે સુચારુ આયોજન પણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 18 મી નવેમ્બર થી યોજાનારા ભગવાન શ્રી પદ્મનાભજી ના સપ્તરાત્રી રેવડિયા મેળાના આયોજન ને ધ્યાનમાં રાખીને હાલમાં મંદિર પરિસર ખાતે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ છે.તો પદ્મનાથ વાડીમાં ઠેર ઠેર રોશની સાથે વાડી પરિસરમાં સફાઈ સ્વચ્છતા નું કામ પુર જોશમાં હાથ ધરવામાં આવ્યું છે. સાથે ભગવાનના માટીના ક્યારા પણ હરિભક્તો દ્વારા સુંદર સુશોભિત કરવામાં આવી રહ્યા છે.

પ્રજાપતિ- સ્વામી પરિવાર ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના રાત્રી મેળા ચાલુ સાલે સરકાર ની ગાઈડ લાઈન મુજબ સાદગી પૂર્ણ રીતે ઉજવવાના હોવાની સાથે પ્રથમ રાત્રિએ ભગવાનની જયોત સ્વરૂપે નિકળતી રવાડી સાંજના 7-00 કલાકે પ્રગટાવી મેળાનો પ્રારંભ કરાશે ત્યારબાદ સરકારની ગાઇડ લાઇન મુજબ નિત્ય ભગવાનની જયોત સ્વરૂપે રવાડી પ્રસ્થાન કરાનાર હોવાનુ મંદિરના પ્રમુખ પ્રમોદભાઈ સ્વામી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...