તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:પાટણ શહેરમાં શીતળા સાતમની હર્ષભેર ઊજવણી, શિતળા માતાના મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જામી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના છીંડીયા દરવાજા, ખોખરવાડા અને સિંધવાઈમાં આવેલા મંદિરોમાં પૂજન અર્ચન માટે ભક્તો ઉમટ્યા

પાટણ શહેરમાં શિતળા સાતમ નિમિત્તે શિતળા માતાના પૂજન અર્ચન અને દર્શનાર્થે મંદિરોમાં સવારે ભીડ જામી હતી. બાળકોની બાધા આખડીમાં મહિલાઓએ સુખડી, સાકર, કલર અને પાણીની મટકી મૈયાના ચરણોમાં અર્પણ કરી હતી. જ્યારે પરિવારમાં શિતળતા માટે શિતળા માતાના દર્શન કરી ગૃહિણીઓએ ઘરે ચૂલો પ્રગટાવ્યો નહોતો શનિવારનું રાંધણ રવિવારે ભોજનમાં લઈને ટાઢી સાતમ ઉજવી હતી. પાટણના છીંડીયા દરવાજા નજીક આવેલા વર્ષો જૂના શીતળા માતાજી મંદિરમાં સવારથી પૂજન અર્ચન અને દર્શનાર્થે લોકો ઉમટતા લાઈન લાગી હતી. મંદિરમાં શ્રીફળ, ચુંદડી સાથે મહિલાઓએ શિતળા માતાજીના પૂજનઅર્ચન કર્યા હતા. ખોખરવાડા અને છીડિયા સ્થિત પ્રાચીન શિતળા માતાના મંદિરમાં મહિલાઓ બાળકો સાથે મૈયા સન્મુખ શીશ નમાવી જીવનમાં શિતળતાની પ્રાર્થના કરી હતી. સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો ધસારો રહ્યો હતો. જ્યાં બાધા આખડીમાં પ્રસાદી સાદર કરી શિતળા માતાના દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિર પરિસરબહાર મેળાનો માહોલ જામ્યો હતો તો બાળકો ચકડોળ,જમ્પિંગ જાપાક માં બાળકો કૂદાકૂદ કરી માજા લીધી હતી અને મેળાની મજા લેતા જોવા મળ્યા હતા.

પાટણ યુનિવર્સિટી રોડ પર આવેલા સિંધવાઈ માતા મંદિરમાં શિતળા માતાના દર્શનાર્થે ટીબી ત્રણ રસ્તા હાઈવે વિસ્તારની સોસાયટીઓમાંથી મહિલા દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. જયાં શિતળા માતાજીના પૂજન અર્ચન કર્યા હતા અને બપોર સુધી મંદિરમાં મૈયાના દર્શનાર્થે લાઈન લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...