શરદ પૂર્ણિમા:ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઇ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના શાકાર પાર્ટી પ્લોટ ખાતે સંસ્થાનાપરિવારજનો દ્વારા ગરબાનું આયોજન કરાયું

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા બુધવાર અને શરદપૂર્ણિમાની રાત્રે પાટણના શાકાર પાર્ટી પ્લોટ ખાતે સંસ્થાનાપરિવારજનો દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 કરતા વધુ લોકોએ તેમાં જોડાઇને ગરબાની મજા માણી હતી.

કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી કરી કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારજનો મન મૂકીને માતાજીના ગરબા રમ્યા હતા. ગરબાના અંતે લકી ડ્રો દ્વારા 11 ઇનામો આપવામાં આવ્યા હતા. સભ્યોએ પરિવારજનોની સાથે મોડીરાત્રે નાસ્તો અને દુધપૌઆ ની લહેજત માણી હતી.

કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ, કે.સી.પટેલ, શાંતિભાઈ સ્વામી શાખા પ્રમુખ પારસ ખમાર, મંત્રી જીતુભાઈ ઓતિયા, કાર્યક્રમ સંયોજક વિનોદભાઈ સુથાર ગુજરાત ઉત્તર પ્રાંતના મહામંત્રી હેમંતભાઈ કાટવાલા, ખજાનચી દિનેશભાઈ પટેલ, ગુજરાત ઉત્તર પ્રાંત પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખઓમહિલા સંયોજીકા, સહ સંયોજિકા, કારોબારી સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...