તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:શંખેશ્વરના તબીબે સેવાભાવી લોકોનાં સહિયોગથી કોરોના દર્દીઓ માટે બે ઓક્સિજન મશીન વસાવ્યા

પાટણ3 મહિનો પહેલા
  • ઓક્સિજનની સુવિધા પુરી પડાતાં અનેક દદીઓ મોતનાં મુખમાંથી પાછા ફર્યા

કોરોનાની મહામારી વચ્ચે પાટણ પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ કરતાં લોકોની સેવાકિય પ્રવૃત્તિઓના કારણે પંથકની માનવતા મહેકી ઉઠી છે. ત્યારે પાટણ જિલ્લાના રણ કાંઠા વિસ્તારમાં કોરોનાના દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન જરૂરિયાતના કારણે જીવ ગુમાવવો ન પડે અને પ્રાથમિક સારવાર તરતજ મળી રહે તે માટે સેવાભાવી સંસ્થા અને ડોક્ટરના સહયોગ થકી ઓક્સિજન મશીન ઉપલબ્ધ બનાવી દર્દીઓને મદદ રૂપ બનતા સેવાભાવી વ્યક્તિઓના કારણે છેવાડાના વિસ્તાર માં દર્દીઓને મોટી રાહત થવા પામી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પ્રસરવા પામ્યો

પાટણ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. જેને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની ભારે અછત સર્જવા પામી છે. તેવામાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પ્રસરવા પામ્યો છે. ત્યારે છેવાડાના વિસ્તારોમાં કોરોનાના દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો મોટી તકલીફ ઉભી થવા પામે અને સમયસર ઓક્સિજન ન મળે તો દર્દીનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે.

ઓક્સિજન મશીન દ્વારા દર્દીને ઓક્સિજન આપવામાં આવે છે

ત્યારે શંખેશ્વર તાલુકામાં સેવા ભાવી સંસ્થા અને ડોક્ટર સાથે મળીને પ્રાથમિક તબકકે દર્દીને ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યું છે. જેમાં કોરોના ના દર્દી ને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો ઇમરજન્સી 108 ન પહોંચે ત્યાં સુધી આ સેવાભાવી સંસ્થા અને ડોક્ટર દ્વારા ઓક્સિજન મશીન દ્વારા દર્દીને ઓક્સિજન આપવામાં આવે છે. જેથી દર્દીને પ્રાથમિક સારવાર મળી રહેતી હોવાથી દર્દીનો આબાદ બચાવ થતો હોય છે.

દર્દીઓ માટે બે ઓક્સિજન મશીન વસાવ્યા

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં અત્યાર સુધી 257 જેટલા કોરોનાના કેસ નોંધવા પામ્યા છે. અને આ છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના દર્દીઓને ઝડપી સારવાર મળવી ખુબજ મુશ્કેલ છે. તેમાં પણ જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો પરિસ્થિતિ વિકટ બને પરંતુ શંખેશ્વર ખાતે સેવાભાવિ વ્યક્તિઓ અને ખાનગી ડોક્ટરની સેવા કરવાની ભાવના સાથે દર્દીઓ માટે બે ઓક્સિજન મશીન વસાવ્યા છે. જેને લઈ જરૂરિયાત મંદોને સમય સર ઓક્સિજન મળી રહેતા રાહત મળવા પામી છે હોવાનું દર્દીના સંબંધી પુરીભાઈએ જણાવ્યું હતું.

સ્થાનિક ડોક્ટર રમેશ હાલાણીએ ઇતર સેવા ભાવી સંસ્થાના મિત્રોને જાણ કરી ત્યારે આ મામલે ઓક્સિજન મશીન વસાવવા માટે નક્કી કરી બોમ્બે ખાતેથી બે ઓક્સિજન મશીન મંગાવી લોકોનાં સાથ સહકારથી દર્દીઓની સેવા કરી રહ્યાં હોવાનું ડો.રમેશ હાલાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...