આ સમસ્યાનો અંત ક્યારે?:પાટણની સિદ્ધપુર ચોકડીના સર્વિસ રોડ પર ગટરના ગંદા પાણી રેલાયા, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકા દ્વારા સિદ્ધપુર ચોકડી નજીક શ્રમજીવીની સામે ભૂગર્ભ ગટરનું ઢાંકણું ઊંચું કરી ઉભરાતી ગટરનું પાણી જાહેર રસ્તા ઉપર છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નવા બનેલા ઓવરબિજની બાજુના સર્વિસ રોડ ઉપર ગટરના ગંદા પાણી ભરાવાના કારણે મોટા મોટા ખાડાઓ પડવા પામ્યા છે.

આ ખાડાઓમાં પાણી ભરાયેલું હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં વારંવાર ગટર ઉભરાવાના કારણે દુર્ગંધ પણ મારી રહી હોઈ લોકોના આરોગ્યને પણ નુકશાન થવાની સંભાવનાઓ રહેલી છે. છેલ્લા ઘણા સમયથી આ ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાઈ હોઈ લોકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રસ્તામાં ખૂબજ મોટા ખાડા હોવાના કારણે અનેક ટુ-વ્હીલરવાળા વાહનચાલકો ખાડામાં પડી જવાના પણ બનાવો બને છે ત્યારે તંત્ર દ્વારા ઝડપથી આ ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...