તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સાતમા પગારપંચનું એરિયર્સ મળ્યું નથી, ભથ્થા બંધ કરી દીધા અને કામનું ભારણ બમણું - તબીબી શિક્ષકો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારપુર હોસ્પિટલના તબીબી શિક્ષકો અને ડોક્ટરોએ ત્રીજા દિવસે પ્રતીક ઉપવાસ કરી વિરોધ નોંધાવ્યો

ધારપુર GMERS હોસ્પિટલના તબીબી શિક્ષકોને પોતાના હક મેળવવા છેલ્લા ત્રણ દિવસથી વિવિધ કાર્યક્રમો આપી સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે આજે શનિવારે ધારપુર હોસ્પિટલ કેમ્પસમાં પ્રતીક ઉપવાસ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોઈ વિશેષ લાભ નથી જોઈતા સરકારે જે જાહેરાત કરી છે તે આપે

પાટણના ધારપુરમાં આવેલી GMERS હોસ્પિટલના તબીબી શિક્ષકો પોતાના હક અને પડતર માંગણીઓને લઈને શનિવારે ધારપુર કેમ્પમાં પ્રતીક ઉપવાસ પર બેસી પોતાની માંગણીઓ સંતોષવા સરકારને રજૂઆત કરી રહ્યાં છે. તબીબી શિક્ષકોનું કહેવું છે કે અમને અમારા કોઈ વિશેષ લાભ નથી જોઈતા પણ સરકારે જે જાહેરાત કરી છે તે તો સમયસર આપવામાં આવે.

સવા વર્ષથી જીવના જોખમે કામગીરી કરી છે

એક વર્ષ પહેલાં સાતમા પગારપંચની જાહેરાત થઈ હોવા છતાં હજુ સુધી એરિયર્સ ચૂકવાયું નથી. અને જૂના પગારપંચ મૂજબ જ પગાર મળે છે. 10 વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલી GMERS સોસાયટીમાં પૂરતી ભરતી નથી કરવામાં આવી. જેથી હાલના સ્ટાફને જ બધુ ભારણ સોપી દેવાય છે અને બમણી કામગીરી કરાવાય છે. છતાં સ્ટાફ છેલ્લા સવા વર્ષથી જીવના જોખમે પણ આ કામગીરી કરી જ રહ્યો છે. આ ઉપરાંત પણ GMERS સોસાયટીમાં ફરજ બજાવતાં તબીબી શિક્ષકો પોતાની વિવિધ પડતર માંગણીઓ સરકાર પૂરી કરે તેવી માંગ ઉઠાવી રહ્યાં છે. અને આ જ રજૂઆતો કરતું લેખિત આવેદન પત્ર ધારપુર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ મનિષ રામાવતને બે દિવસ પહેલા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...