• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Seven Persons Who Came To The Chanasma Police Station To Lodge A Complaint Lodged A Complaint Against The Policemen For Behaving Rudely

ફરિયાદીઓ સામે ફરિયાદ:ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા સાત શખ્સોએ પોલીસકર્મીઓ સાથે અસભ્ય વર્તન કરતા ફરિયાદ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ સ્ટેશનમાં પીએસઓ સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. - Divya Bhaskar
પોલીસ સ્ટેશનમાં પીએસઓ સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો.
  • શખ્સોએ પોલીસ ર્મીઓનોનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો

ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ હેડ કોન્સ્ટેબલ સાથે 7 શખ્સોએ તેમની ફરિયાદ લઇ એફઆઈઆરની કોપી આપવાનું કહીં તેમની સાથે મોટા અવાજે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને પોલીસ સ્ટેશનની અંદર વીડિયો ઉતારી પોલીસની છબી ખરડાય તે માટે વિડીયો વાયરલ કરતાં પીએસઆઇ આર ડી મકવાણા દ્વારા 7 શખ્સો સામે આઈટી એક્ટ ૬૬બી ૭૨અ ૮૪બી ૮૪સી ફરિયાદ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ ઘટનાની વિગત અનુસાર 15 મેના રોજ કંચનભાઇ ઓખાભાઈ પરમાર અને બીજા દલિત સમાજના 6થી 7 શખ્સો બપોરના સમયે પોલીસ સ્ટેશન આવી પીએસઓ હેડ કોન્સ્ટેબલ બળદેવભાઈ લક્ષ્મણભાઈ સાથે ભાજપના નેતા કલાકાર યોગેશ બોક્ષા(ગઢવી)એ અનુસૂચિત જાતિના સભ્યોની લાગણી દુભાય તેવા અપમાનજનક શબ્દો બોલેલા હોઈ ભુજ શહેર ડિવિઝન પોલીસમાં ગુનો રજીસ્ટ્રેશન થયેલો છે તો અહીં પણ તેમની સામે ગુનો દાખલ કરી FRIની કોપી આપો તેમ કહીં બોલાચાલી કરી ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કર્યું હતું અને તેમનો વિડીયો ઉતારી વીડિયો વાયરલ કર્યો હતો. બાદમાં તે શખ્સો પીએસઓને તમે અમારી ફરિયાદ લીધી નથી હવે જુઓ તમે અહીં કઈ રીતે નોકરી કરો છો તેવી ધમકી આપી જતા રહ્યા હતા.

વાયરલ વીડિયોમાં શખ્સો પોલીસ સ્ટેશનમાં આવી પીએસઓ બળદેવભાઈ સાથે ઊંચા ઊંચા અવાજે તમારે ફરિયાદ લેવાની છે કે નહી " તેમ વારંવાર કહેતા પી.એસ.ઓએ સાહેબને આવવા દો તેમ કહેતા તે શખ્શોએ વધારેને વધારે ઊંચા અવાજે હોબાળો કરી તમારે ફરિયાદ લેવાની છે કે નહીં નહીંતર અમે જજના ઘરે જઈ ફરિયાદ કરીએ એવું વારંવાર ઊંચા અવાજે બોલી ભયનું વાતાવરણ ઉભુ કરતા ચાણસ્માના સાત શખ્સો સામે પીએસઆઇ આર ડી મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી.

વાયરલ વીડિયોનું સીસીટીવી કેમેરામાં સમર્થન : પી.આઈ
તપાસ અધિકારી પીઆઇ આર એમ વસાવાએ જણાવ્યું કે વાયરલ વીડિયો 20 તારીખે મળતાં જોયા બાદ સીસીટીવી કેમેરા જોતા તેને સમર્થન મળે છે. તેના આધારે ઓળખ કરી 7 શખ્શો સામે ફરિયાદ નોંધી છે.​​​​​​​

7 શખ્સો સામે ફરિયાદ

  • કંચનભાઇ ઓખાભાઈ પરમાર રહે.ચાણસ્મા
  • પ્રકાશભાઈ માધાભાઈ પરમાર રહે.ચાણસ્મા
  • શૈલેષભાઈ મોહનભાઇ પરમાર રહે.ચાણસ્મા
  • જયેશભાઈ લાલજીભાઈ પરમાર રહે.ચાણસ્મા
  • મહેશભાઈ સોમાભાઈ બારોટ રહે.ચાણસ્મા
  • મહેશભાઈ ખેમચંદ ભાઇ જાદવ રહે.કંબોઈ
  • નિમેષકુમાર કાંતિભાઈ પરમાર રહે.કંબોઈ
અન્ય સમાચારો પણ છે...