ધાર્મિક:માટીના ઢગલા સ્વરૂપે પૂજાતા શ્રી પદ્મનાભજી ભગવાનનો સપ્ત રાત્રી રેવડિયો મેળો સંપન્ન

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં ફક્ત પાટણ ખાતે માટી સ્વરૂપે બિરાજમાન ભગવાન શ્રી પદ્મનાભજીના કારતક સુદ ચૌદસથી કારતક વદ પાંચમ સુધી આયોજિત સપ્ત રાત્રી રેવડિયા મેળા ભક્તિમય માહોલમાં બુધવારની રાત્રે સંપન્ન થયો હતો. શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે સપ્ત રાત્રી મેળાના અંતિમ દિવસે વહેલી સવારથી જ પ્રજાપતિ સ્વામી પરિવારના ભક્તોએ મંદિરની પરિક્રમા કરી ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા.

રેવડીયા મેળાના અંતિમ દિવસે જિલ્લા કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટી, મહિલા જજ, યુનિવર્સિટી કારોબારી સભ્ય શૈલેષભાઈ પટેલ, કોર્પોરેટર મુકેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ભગવાન ની આરતી, પૂજા અર્ચના કરી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને ભગવાન શ્રી પદ્મનાભજીની પ્રસાદ રૂપે ગોળ અને તલમાંથી તૈયાર કરવામાં આવેલી રેવડી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...