ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષે વિનામૂલ્યે સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા દીઠ દરેક વિષયના પુસ્તકોનો સેટ ફાળવવામાં આવે છે. ત્યારે આગામી 13 જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર પૂર્વે પાટણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોનો સેટ ફાળવવા માટે સરકાર દ્વારા પુસ્તકોનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. હાલમાં પાટણની નાણાવટી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા ખાતે આ જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે.
સરકારી શાળાઓમાં પુસ્તકોનો જથ્થો ફાળવવામાં આવ્યો
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા આગામી 13મી જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે સરકારના વિનામૂલ્યે પાઠ્ય પુસ્તક યોજના 2022 અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી સરકારી શાળાઓમાં પુસ્તકોનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે.
પાટણની નાણાવટી શાળા ખાતે આ જથ્થો ઉતારવામાં આવ્યો
જેના અંતર્ગત પાટણ તાલુકાની 100થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ધો. 1થી 8ના તમામ વિષયોના પુસ્તકોના સેટનો જથ્થો પાટણની નાણાવટી પગાર કેન્દ્ર શાળા ખાતે એકત્રિત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અને પાઠ્યપુસ્તક મંડળના સહયોગથી પાટણ તાલુકામાં આવેલી સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ધો. 1માં 362 સેટ, ધો. 2માં 365, ધો. 3માં 2594, ધો. 4માં 2635, ધો. 5માં 2980, ધો. 6માં 3092, ધો. 7માં 2864 અને ધો. 8માં 2826 વિષયવાર પુસ્તકોનો સેટ ફાળવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આગામી 13 મી જૂન અને સોમવારે શિક્ષણ વિભાગના આદેશ મુજબ પાટણ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકોના સેટનું વિતરણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.