જીસીઆરટીસી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ આયોજિત હેમચંદ્રાચાર્ય શાળા વિકાસ સંકુલ પાટણ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ નું ૨૪ મુ ગણીત-વિજ્ઞાન પ્રદર્શન મંગળવારના રોજ શહેરની શેઠ વી.કે. ભૂલા હાઈસ્કુલ નાં યજમાન પદે આયોજિત કરવામાં આવ્યું હતું. ગણીત-વિજ્ઞાન પ્રદશૅન માં ટેકનોલોજી અને રમકડાં વિષય પર ૩૦ કૃતિઓના ૬૦ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો જ્યારે વિધાર્થીઓને માગૅદશૅન પુરૂ પાડવા ૨૦ શિક્ષકો મદદરૂપ બન્યા હતા.
ગણીત વિજ્ઞાન પ્રદર્શન માટે રજુ કરવામાં આવેલ કૃતિઓ પાંચ વિભાગ માં ગોઠવવામાં આવી હતી જેનું નિણૉયકો દ્વારા નિરિક્ષણ કરી પ્રથમ અને દ્વિતીય પસંદગી પામેલ કૃતિઓ જિલ્લા કક્ષા નાં પ્રદશૅન માં ભાગ લેશે તેવું શેઠ શ્રી વી.કે.ભૂલા હાઈસ્કૂલ ના આચાર્ય અશોકભાઈ પટેલએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.