પાટણના બાલીસણા ગામની શેઠ શ્રી સી. વી. વિદ્યાલયમાં અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવાની ભાવના સાથે રૂપિયા અઢી લાખનું માતબર દાન લક્ષ્મીચંદ વાલજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરૂવારના રોજ અર્પણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા શાળાના 12 જેટલા તેજસ્વી તારલાઓને ઉચ્ચ અભ્યાસ માટે આ રકમ અર્પણ કરવામાં આવી હોવાનું ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.
બાલીસણા ગામે આવેલા વૃદ્ધાશ્રમ ખાતે આયોજિત ચેક વિતરણ કાર્યક્રમમાં લક્ષ્મીચંદ વાલજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પિયુષભાઈ ,રેવાભાઇ, બબલભાઈ, પ્રમુખ નટવરભાઈ રામચંદભાઈ, વિનોદભાઈ, ડાયાભાઈ, સુરેશભાઈ, નરેશભાઈ, સહિતના કારોબારી સભ્યો અને શાળા પરિવારના આચાર્ય અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.