એક તરફ ઉનાળાની બળબળતી ગરમીમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી અનીયમીત અને અપૂરતું મળતું હોવાની બૂમરાણો નગરજનોમાં ઉઠવા પામી છે. ત્યારે બીજી તરફ પાટણ નગરપાલિકાના કેમ્પસમાં કાર્યરત ફાયર સ્ટેશન ખાનગી વાહનો માટેનું સર્વિસ સ્ટેશન બન્યું હોય તેમ ખુલ્લેઆમ ફાયર સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ખાનગી વાહનો સર્વિસ કરતા જોવા મળતા હોય છે. આ મામલે વોટર વર્કસના ચેરમેનનો સંપર્ક કરતાં તેઓ આ બાબતે બિલકુલ અજાણ હોવાનું જણાવી. આ મામલે તપાસ કરી પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરનુ ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
આ બાબતે પાલિકા પ્રમુખ સ્મિતા બેનનો ટેલિફોનિક સંપર્ક કરી હકીકત મેળવતા તેઓએ પણ આ મામલે અજાણ હોવાનું જણાવી વિભાગનાં અધિકારીને સુચના આપતા ફરજ પરના અધિકારીએ કમૅચારીઓ દ્વારા પાલિકાના વાહનોની સાથે સાથે ભુલથી પાર્ક કરેલા ખાનગી વાહનોની પણ સર્વિસ કરી દેવામાં આવી હોવાનું કબૂલ્યું હતું. જેને લઇને હવે પછી આવી ભુલ થાય નહીં તેની તકેદારી રાખવા પાલિકા પ્રમુખ દ્વારા વિભાગના અધિકારીને કડક સુચના આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.