તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુંદર પહેલ:ખમાર જ્ઞાતિજનોને કોરોના સામે લડવા ‘સેપ્સેવીક ઇમ્યુનિટી બુસ્ટર ડોઝ’ આપવાનું શરૂ કરાયું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વ્યક્તિના ડોઝની કિંમત રૂા. 1500 આસપાસ, જે નિ:શુલ્ક આપવામાં આવે છે

ભારતની પ્રખ્યાત ફાર્મા કંપની "કેડીલા ફાર્માસ્યુટીકલ્સના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા કોરોના સામે લડવા માટેનો ‘સેપ્સેવીક ઇમ્યુનિટી બુસ્ટર ડોઝ’ કંપનીના ડૉ. રાજીવ આર. મોદીની પ્રેરણાથી તેમના ખમાર જ્ઞાતિજનો માટે ગામે ગામ નિ:શુલ્ક આપવાનું શરૂ કરાયો છે. કંપનીના પ્રેસીડેન્ટ ડૉ. રાજીવ મોદી દ્વારા કેડીલા કંપની સ્થાપક ડૉ. આઇ.એ. મોદી અને તેમના માતા શિલાબેન આઇ. મોદીની સ્મૃતિમાં આ "ઇન્દ્રશીલ ઇન્યુનીટી બુસ્ટર ડોઝ આપવાનો કાર્યક્રમ અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના સહકારથી ખમાર જ્ઞાતિજનો જે પણ ગામોમાં વસે છે ત્યાં રૂબરૂ જઇ આપવાનું શરૂ કરાયું છે.

આ બુસ્ટર ડોઝ આપવાનો કાર્યક્રમ પાટણ શહેર ની ખમાર જ્ઞાતિની વાડીમાં યોજવામાં આવેલ હતો. જેમાં પાટણ, હારીજ, રાધનપુરના જ્ઞાતિજનોને સોશ્યલ ડીસ્ટનસીંગના પાલન સાથે ડોઝ લીધો હતો. આ અગાઉ કડી, કલોલ ગામે આ કાર્યક્રમ યોજવામાં આવેલ. પાટણ બાદ આગામી રવિવારે સિધ્ધપુર અને ત્યારબાદ મહેસાણા જિલ્લાના વિસનગર અને આંબલીયાસણના ખમાર જ્ઞાતિજનો માટે આ કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનુ ખમાર જ્ઞાતિના અગ્રણી હષૅદભાઈ ખમારે જણાવ્યું હતું.

પાટણ ખાતે આયોજિત રસી કરણ કાર્યક્રમની પહેલ અને સુંદર સંકલન અખિલ ખમાર જ્ઞાતિના પૂર્વ પ્રમુખો હર્ષદ પી. ખમાર, મધુભાઇ આર. ખમારની રાહબરીમાં જ્ઞાતિના પ્રતિનિધિઓના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કંપનીના આસી. જનરલ મેનેજર દિલીપભાઇ ચૌહાણ, મહામંત્રી ડીકેશ ખમાર સહિત પાટણ ખમાર જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...