HNGUની 35 વર્ષની સફળતાની સફર:ગુજરાત યુનિવર્સિટીથી અલગ પડી 1986માં 42 કોલેજો સાથે શરૂ થયેલી ઉ.ગુ. યુનિવર્સિટીની આજે 515 કોલેજો

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ. પાટણ યુનિવર્સિટી રાજ્યમાં સૌથી વધુ કોલેજો સાથે જોડાણ ધરાવે છે

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ પડી ઉત્તર ગુજરાતનું સૌથી મોટું શિક્ષણધામ ગણાતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી 1986માં ફક્ત 42 કોલેજમાં સાથે કુલપતિ ડૉ.કુલીનચંદ્ર યાજ્ઞિકના નેતુત્વમાં શરૂ થઈ હતી. 35 વર્ષની સફરમાં યુનિ સંલગ્ન 515 કોલેજો સાથે જોડાણ ધરાવનાર બની છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કોલેજ સાથે જોડાણ ધરાવનારી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો શૈક્ષણિક ક્ષેત્રમાં એક ગૌરવશાળી રેકોર્ડ થતા યુનિવર્સિટીના સત્તાધીશો અને કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

યુનિવર્સિટી સંલગ્ન દર વર્ષે અનેક નવી કોલેજોનો આરંભ થાય છે. ગતવર્ષ 2020 -21 ના આંકડા જોઈએ તો 410થી 420 જેટલી સંલગ્ન કોલેજો જોડાણ ધરાવતી હતી. ત્યારે નવીન શૈક્ષણિક વર્ષમાં સરકારની સૂચના મુજબ સેનેટરી ઈન્સ્પેક્ટર અને ફાયર સેફ્ટીની કોલેજો તેમજ રૂટિન આર્ટ્સ, કોમર્સની નવીન 100 કોલેજોને મંજૂરી આપી હતી. રાજ્યમાં યુનિવર્સિટીઓ 400થી 500 કોલેજો આસપાસ જ જોડાણ ધરાવતી હોય 515 કોલેજોનું જોડાણ કરતા રાજ્યમાં સૌથી વધુ કોલેજોથી જોડાણ ધરાવનાર બની છે.

વિકાસમાં સિંહફાળો
યુનિવર્સિટીના જૂના કર્મચારીઓ પૈકીના એક કર્મચારી ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડી.એમ.પટેલ છે. જેવો 1996માં સિસ્ટમ એનાલિસ્ટ તરીકે લાગેલા હતા.ત્યારબાદ 2010થી સતત ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. આજ સુધી તેમના ઉપર ગેરરીતિ મામલે સીધો કે પરોક્ષ રીતે કોઈ આક્ષેપ લાગેલ ન હોય યુનિના વિકાસમાં સિંહફાળો હોય કર્મચારીઓમાં સન્માનની લાગણી જોવા મળી રહી છે.

શરૂમાં 23 હજાર છાત્રો હતા, જે 2 લાખ થયા
યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે 42 સંલગ્ન કોલેજ હતી. અને પાંચ ગ્રાન્ટેડ વિભાગો મંજુર થયા હતા જેની કુલ સંખ્યા 23780 હતી. આજે 515 કોલેજો કેમ્પસમાં 19 વિભાગો મળી અંદાજે યુનિના નેતૃત્વમાં 2 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેવુ રજિસ્ટ્રાર ડી.એમ.પટેલે.જણાવ્યું હતું.

શરૂમાં 124 કર્મી હતા, હાલમાં 400 વધુ કર્મચારી
યુનિવર્સિટી શરૂ થાય ત્યારે વહીવટ અને કેમ્પસના વિભાગોમાં સરકારે 156નો મહેકમ મંજૂર કર્યો હતો. જેમાંથી 124 કર્મચારીઓ ભરાયા હતા. ધીમે ધીમે સંલગ્ન કોલેજોના જોડાણ વધતા સ્ટાફનો વધારો થવા પામ્યો છે. હાલમાં કાયમી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ અને કરાર આધારિત મળી 400 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...