તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેક્ટરને રજૂઆત:અનાવાડાના ખેડૂતના ખેતરમાં જેટકો કંપનીએ વીજ લાઈન નાંખતાં આત્મ વિલોપનની ચિમકી

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી વિના વીજ લાઈન નાંખ્યાનો આક્ષેપ, વળતર ચુકવવા માંગ
  • પ્રાંત અધિકારી સમક્ષ નિકાલ ન થતાં ખેડૂતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

પાટણના અનાવાડા ગામના ખેડૂતની જાણ બહાર ખેતરમાં જેટકો કંપની દ્વારા લાઈન નાખવાની કામગીરી શરૂ કરતા ખેડૂત દ્વારા તેનો વિરોધ દર્શાવી તેમની જમીનમાં ભારે નુકશાન થવાના ભયને લઇ કામગીરી બંધ કરાવી યોગ્ય વળતર બાદ કામગીરી શરૂ થાય તે માટેની માંગ સાથે કલેકટરમાં રજુઆત કરવામાં આવી હતી. અને જો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

અનાવાડા ગામે રહેતા ઠાકોર અનારજી ચતુરજીના ખેતરમાં જેટકો કંપની દ્વારા તેમની મંજૂરી વગર જ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ખેડૂત દ્વારા કાયદાની જોગવાઈ મુજબ તેમને કોઈ જાણ કે સંમતિ વગર કામગીરી કરતા તેનો વિરોધ કરી અટકાવતા તેમને તંત્ર દ્વારા કંપનીની રજુઆત મુજબ નોટીસ આપી પ્રાંત અધિકારી સમક્ષ હાજર થવા માટે સૂચના આપવામાં આવી હતી.

તેમની સમક્ષ તેઓ હાજર થયા બાદ તેમને જમીનનું કોઈ વળતર આપવાની સ્પષ્ટતા કરવામાં ન આવી હોઈ આ જમીન પર તેમના ઘરનું ગુજરાન ચાલતું હોઈ જમીન વિહોણા બનતા તેઓ નિરાધાર બનશે તેવી રજુઆત કરી હતી. છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપો સાથે ગુરુવારે સાંજે ખેડૂત અનારજી દ્વારા જેટકો કંપની સામે આક્રોશ સાથે તેમના ખેતરમાં તેમની મરજી વિરુદ્ધ કામગીરી ન કરવામાં આવે જો કામગીરી થશે તો આત્મ વિલોપન કરીશ જેના જવાબદાર જેટકો કંપની અને જે તે અધિકારીઓ રહેશે તેવી ચીમકી સાથેની કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો