ઘન કચરાના જમાવડાની સમસ્યા:પાટણમાં સેગ્રીગેશન પ્લાન્ટ જેસીબીના અભાવે બંધ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેરમાં વર્ષ 2022 સુધીમાં ઘનકચરાના નિકાલ માટે સરકારે ફરમાન કર્યું પરંતુ કોઈ ચોક્કસ ગાઇડ લાઇન જાહેર ન કરાઈ

પાટણ શહેરમાં માખણીયા વિસ્તારમાં ઘન કચરાના જમાવડાના કારણે સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેમાં ડમ્પિંગ સાઈટ ઉપર એકત્ર થયેલ લાખો ટન ઘન કચરાનો નિકાલ કઈ રીતે કરાશે તે અંગે હજુ અવઢવની સ્થિતિ સર્જાયેલી છે. દરમિયાન ઘન કચરાના સેગ્રીગેશન માટેનો પ્લાન્ટ તૈયાર થયા પછી જેસીબીના અભાવે બંધ પડ્યો છે.સરકાર દ્વારા વર્ષ 2020 સુધીમાં કચરા નિકાલનું ફરમાર કર્યું છે પણ ગાઈડ લાઈન જાહેર કરી નથી.

પાટણ શહેરના માખણીયા વિસ્તાર ખાતે નગરપાલિકાની ઘન કચરા ડમ્પીંગ સાઈટ ઉપર વર્ષોનો કચરો જમા થયેલો છે. તેનો નિકાલ કરવાનો હોવાથી રોજેરોજનો નવો કચરો તાજેતરમાં બનાવવામાં આવેલા સેગ્રીગેશન પ્લાન્ટ આસપાસ અને રસ્તામાં નિકાલ કરાતો હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. પાલિકાના વાહનોને અટકાવવા ફરી એકવાર અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે સોમવારે કચરો રોડ પરથી હટાવવાની શરૂઆત કરતા આ આંદોલન મુલતવી રહ્યું હતું.

સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં ઘન કચરાનો નિકાલ કરવા માટેની સૂચના છે પરંતુ આ માટે કોઇ ચોક્કસ ગાઈડલાઈન આવી નથી અને તેના લીધે કયા ઉપાય કરવાના રહેશે તે હજુ નક્કી નથી. પાલિકા સ્વચ્છતા શાખામાં સંપર્ક કરતા જાણવા મળ્યું કે જુના લેગીસ વેસ્ટ નિકાલ માટે પ્રોસેસિંગ ગ્રાન્ટની દરખાસ્ત કરી છે. પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર ધીરજ પારેખે જણાવ્યું હતું કે જેસીબીના એગ્રીમેન્ટના ટેકનિકલ કારણસર આ પ્લાન્ટ હમણાં બંધ છે, જે ઝડપથી ચાલુ થાય તેવી સૂચના આપી છે. શહેરનો ઘનકચરા નિકાલ માટે તેમાંથી ખાતર બનાવવા માટે ગાઈડ લાઈન આપી છે.

સેગ્રીગેશન પ્લાન્ટ શરૂ થાય તો હાલની સમસ્યા હળવી થાય
પાટણ નગરપાલિકા દ્વારા માખણીયા વિસ્તારમાં ઘન કચરાનું સેગ્રીગેશન કરવા માટેનો પ્લાન્ટ શરૂ થયા પછી બંધ પડ્યો છે તેની ક્ષમતા રોજ 60 કચરો અને પ્લાસ્ટિક છુટા પાડી શકાય તેમ છે. તેમ થાય તો દરરોજ નીકળતો 42 ટન કચરાનું ભારણ વધશે નહીં. જોકે આ પ્લાન્ટ જેસીબીના અભાવે બંધ પડ્યો છે. પાલિકાનું જેસીબી શહેરી વિસ્તારમાં ભૂગર્ભ સહિતના કામોમાં રોકાયેલું હોઈ નાનું નવીન જેસીબી ખરીદ કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...