તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:પત્નીની સાડીનો છેડો સળગતો જોઈ પતિ બચાવવા દોડ્યો, સજોડે મોત

પાટણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમી તાલુકાના મહંમદપુરા ગામની હ્યદયદ્વારક ઘટના
 • મહિલાનું સ્થળ પર મોત, પતિનું ધારપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત

સમી તાલુકાના મહંમદપુરા ગામે રસોઈ બનાવી રહેલી મહિલાની સાડી સળગતા પતિ આગ હોલવવા જતાં તે પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમા ગંભીર રીતે દાઝતાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેના પતિનું બુધવારે બપોરે ધારપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

મહંમદપુરા ગામનાં હંસાબેન વરસંગજી ઠાકોર 12 ફેબ્રુઆરીએ રાત્રે ગેસ ઉપર રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે તેમણે પહેરેલી સાડી સળગતા પતિ વરસંગજી ગાડાજી ઠાકોર આગ બુઝાવવા માટે ગયા હતા. જ્યાં તે પણ આગની લપેટમાં આવી જતાં દાઝ્યા હતા. શરીરે ગંભીર રીતે દાઝેલાં હંસાબેન ઠાકોરનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે વરસંગજી ગાડાજી ઠાકોર દાઝી જતાં 108 મારફતે સમી સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ ખસેડાયા હતા. જ્યાં સારવાર બાદ બુધવારે સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે સમી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.

ત્રણ બાળકો એ માતા પિતાની છત્ર છાયા ગુમાવી
આગની ઘટનામાં પતિ-પત્ની મૃત્યુ પામતા બે દીકરીઓ અને એક દીકરો ત્રણ સંતાએ એક સાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવતા તેમના પર આભ ફાટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો