વિવાદ:રામપુરામાં ચૂંટણી અદાવતમાં યુવાન પર ગુપ્તી વડે હુમલો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં બહુ દોડાદોડી કરતો હતો કહી ફટકાર્યો
  • ચાણસ્મા પોલીસ સ્ટેશને બે શખ્સો સામે ફરિયાદ

ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે ચૂંટણીની અદાવતમાં એક શખ્સે તેની પાસેની ગુપ્તી અને બીજાએ લોખંડની ટોમી વડે યુવાન પર હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની વિગત એવી છે કે રામપુરા ગામના માદાભાની પાર્ટીમાં રહેતા વિરમસિંહ કુબેરસંગ ઝાલા 1 જાન્યુઆરીએ સાંજે સાત વાગ્યાના સુમારે ગામની ડેરીમાં દૂધ ભરાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઠાકોર મનુભા બાબુજી અને ઠાકોર અમરસંગ ગલાજી બાઈક ઉપર આવીને વિરમસિંહને ઉભો રાખ્યો હતો અને તું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બહુ દોડાદોડી કરતો હતો કેમ કહી ગાળો બોલી હતી

તેમજ મનુભા ઠાકોરે તેની પાસેની ગુપ્તી વિક્રમસિંહને માથામાં કપાળના ભાગે મારી હતી જ્યારે અમરસંગ ઠાકોરે લોખંડની ટોમી છાતીના ભાગે મારી ગડદા પાટું કરી હતી. આ દરમિયાન અન્ય શખ્સો આવી જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે બંને શખ્સો સામે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...