વર્કશોપ:પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સાયન્ટિફિક-શો યોજાયો, ટેલિસ્કોપ વિશે માર્ગદર્શન અપાયું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજીયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 18 નવેમ્બર 2022ના રોજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઇનોવેશન ક્લબ અંતગર્ત સાયન્ટિફિક-શો અને ટેલિસ્કોપ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 180 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. રિજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ, નિષ્ણાત ગાઈડ દ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું .

જેથી આવનારા ભવિષ્યમાં તેઓ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે તકનીકી રીતે યોગદાન આપી શકે. ત્યારબાદ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદિત થયા હતા

અન્ય સમાચારો પણ છે...