ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 04 જાન્યુઆરી 2023ના રોજ જુરાસિક એજ અને સોલર સિસ્ટમ પર સાયન્ટિફિક-શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 700 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવામાં સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું હતું.
ત્યારબાદ, નિષ્ણાત ગાઈડ ધ્વારા જુરાસિક યુગ અને સોલર સિસ્ટમ પર વૈજ્ઞાનિક-શો બતાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને આ વૈજ્ઞાનિક શો બતાવવાનો ઉદ્દેશ્ય તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જિજ્ઞાસુ બનાવવાનો હતો, જે આખરે આત્મનિર્ભર ભારતના વિકાસમાં મદદ કરશે. ત્યારબાદ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખૂબજ આનંદિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.