તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઈન શિક્ષણ શરૂ:પાટણમાં આજથી ધો 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ, પ્રથમ દિવસે 40 ટકા વિદ્યાર્થીઓ રહ્યા હાજર

પાટણ19 દિવસ પહેલા
  • વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વર્ગખંડમાં બેસાડવામાં આવ્યાં

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા આજે ગુરૂવારથી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પાટણ જિલ્લાની 696 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે 40 ટકા વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા. તેઓને હાથ સેનેટાઈઝ કરી, ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં હતા.

દોઢ વર્ષ બાદ ફરી ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ
પાટણ જિલ્લાની 696 પ્રાથમીક શાળાઓમાં દોઢ વર્ષ બાદ આજે ગુરુવારથી ફરી ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થયો હતો. શાળા સંચાલકો દ્વારા શાળાને સેનેટાઈઝ કરી જરૂરી સૂચનો સાથે ધો 6 થી 8ના વિદ્યાર્થીઓને શાળાના વર્ગ ખંડમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડી અભ્યાસ શરૂ કરાવ્યો હતો. શાળા સંચાલકોએ 50 ટકા વિધાર્થીઓને બોલાવ્યાં હતા. જોકે પ્રથમ દિવસે 40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

50 ટકામાંથી 40 ટકા વિદ્યાર્થીઓ હાજર
અરવિદભાઈ જીવાભાઈ પ્રાથમીક શાળાના આચાર્ય સંજય પંચોલીએ જણાવ્યું હતું કે, સરકારના નિયમોના પાલન સાથે આજે ગુરૂવારથી સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ વધુ ભેગા ના થાય તે માટે શિક્ષકોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓને અગાઉથી જ પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવવામાં આવ્યું હતું. આજે 50 ટકા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યાં હતા, તેમાંથી 40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...