• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Schools And Colleges Of Std. 1 To 12 Started In Patan District, Admission Was Given In The School With The Consent Letter Of Parents.

સ્કૂલ ચલે હમ:પાટણ જિલ્લામાં ધોરણ 1થી 12ની શાળા તેમજ કોલેજો શરૂ, વાલીઓના સંમતિ પત્ર સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો

પાટણ16 દિવસ પહેલા
  • 750 જેટલી શાળાઓમાં ધોરણ 1થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થયું 20 મહિના બાદ ધોરણ 1થી 5ના વર્ગોમાં શિક્ષણનો પ્રારંભ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી વિદ્યાર્થીઓએ એકબીજાને મળી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

પાટણ જિલ્લામાં 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજે સોમવારથી શાળાઓ અને કોલેજોમાં શિક્ષણનો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારે જાહેરાત કરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સોમવારથી ધોરણ 1થી 5 માટે ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરવા તૈયારીઓ હાથ ધરાઈ હતી. શાળાઓ દ્વારા વાલીઓના સંમતિ પત્ર સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ આવનારા વિદ્યાર્થીઓને વાલીનું સંમતિ પત્ર લાવવા અપીલ પણ કરાઈ હતી.

જિલ્લામાં 20 મહિના બાદ ધોરણ 1થી 5ના વર્ગોમાં શિક્ષણનો પ્રારંભ થયો હતો. હાલમાં જિલ્લાની શાળાઓમાં ધોરણ 1થી 5માં 1 લાખ 05 હજાર 135 વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગોનો પ્રારંભ કરવાની જાહેરાત ગઇકાલે રવિવારે કરવામાં આવી હતી. જો કે આજે પ્રથમ દિવસે બાળકોની પાંખી હાજરી હતી. બાળકોએ પ્રાર્થના કરી વર્ગો શરૂ

કર્યા હતા.

પાટણ જિલ્લા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળીને કુલ 750 જેટલી શાળાઓમાં ધોરણ 1થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. પરંતુ પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી જોવા મળી હતી. નોંધનીય છે કે 21 દિવસના દિવાળી વેકેશન બાદ શહેરની કોલેજો પણ ધમધમતી થઈ હતી. ઓછી હાજરીની વચ્ચે જે વિદ્યાર્થીઓ આવ્યા હતા તેઓ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતાં નજરે પડ્યા હતા.

દિવાળી બાદ શાળામાં આવેલા વિદ્યાર્થી ચિન્મય પટેલે જણાવ્યું હતું કે, આજે શાળામાં આવ્યા છીએ તો મિત્રોને મળી ખૂબ આનંદ થયો હતો. કોલેજમાં અભ્યાસ કરતી વૈદેહી પટેલે જણાવ્યું હતું કે આજથી કોલેજો શરૂ થઈ છે, પણ ઓછા લોકો આવ્યા છે. અમે મિત્રોને મળી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સિવાય બોમ્બે મેટલ સ્કૂલના પ્રિન્સીપાલ ઉજ્વલભાઈ પટેલે જણાવ્યું હતું કે કેટલીક પ્રાઇવેટ અને ખાનગી શાળાઓ આગામી 25મી નવેમ્બરથી ખુલશે. બીએમ પ્રાથમિક શાળામાં આજે પ્રથમ દિવસે વાલીઓને સંમતિ પત્ર અપાયાં હતા, જે તેઓ ભરીને આપશે અને 25 નવેમ્બરથી શાળામાં પ્રવેશ આપવામાં આવશે તેવું એક શિક્ષકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...