નિર્ણય:પાટણ જિલ્લામાં શાળા-કોલેજોમાં હવે 14 દિવસના બદલે 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગે વેકેશન લંબાવવાનો નિર્ણય કર્યો

પાટણ જિલ્લામાં શાળા-કોલેજોમાં 1 નવેમ્બરથી દિવાળી વેકેશનનો આરંભ થવા પામ્યો સરકાર દ્વારા દિવાળી વેકેશનમાં સાત દિવસનો વધારો કરવામાં આવતાં હવે 14 દિવસના બદલે 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. આગામી 22 નવેમ્બરથી શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો આરંભ થશે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં તેમજ પાટણ જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1 નવેમ્બર સોમવારથી દિવાળી વેકેશનનો આરંભ થવા પામ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા શરૂઆતમાં કોરોના મહામારીના કારણે શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ હોય સમય મર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ થાય માટે દિવાળી વેકેશન ઘટાડી 14 દિવસમાં કરવામાં આવતા શાળા કોલેજો દ્વારા 1થી 14 નવેમ્બર દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા વેકેશન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનવા 21 દિવસનું દિવાળી વેકેશન આપવાની જાહેરાત કરવામાં આવતાં પાટણ જિલ્લાની શાળા કોલેજોમાં હવે 14 નવેમ્બર ના બદલે 21 નવેમ્બર સુધી વેકેશન રહેશે.

યુનિવર્સિટીના વહીવટી ભવનમાં 7 દિવસ વેકેશન

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વહીવટી ભવનમાં દિવાળીમાં તહેવારોમાં 7 દિવસનું વેકેશન જાહેર કરાયુ છે. 2થી 8 નવેમ્બર સુધી વહીવટી કાર્ય બંધ રહેશે. 9 નવેમ્બરથી ફરી વહીવટી ભવનના દ્વાર ખુલશે.

અન્ય સમાચારો પણ છે...