તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ વધારવા શાળાઓના શિક્ષકોને કામે લગાડાયા

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસથી 2-2 શિક્ષકોને આરોગ્ય તંત્ર સાથે મોકલાયા, બુધવારે તમામ સ્ટાફ સામેલ

પાટણ જિલ્લામાં રસીકરણની કામગીરી અત્યાર સુધીમાં સંપૂર્ણપણે આરોગ્ય કર્મચારીઓ દ્વારા થઈ રહી હતી. જેમાં શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓને સહયોગી બનવા માટે સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું. જોકે મોટાભાગના ગામોમાં મહદઅંશે વેક્સિનેશન કામગીરી બાકી છે. કેટલાક સમુદાયો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે ત્યારે છેલ્લા દસ દિવસથી શિક્ષકોને પણ સક્રિય રીતે સહભાગી કરાયા છે. પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મનીષ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા દસ દિવસથી દરરોજ બે બે શિક્ષકો વેક્સિનેશન માટે આરોગ્ય સ્ટાફની સાથે મોકલવામાં આવી રહ્યા હતા.

જેઓ કાઉન્સેલિંગ કામ કરી રહ્યા છે. બુધવારે ગામમાં વેક્સિનેશન હોવાથી તમામ શિક્ષકો એકસાથે અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર આરોગ્ય કર્મચારીઓ સાથે ફર્યા હતા અને મહત્તમ રસીકરણ કરવા માટે પ્રેરીત કર્યા હતા. આગામી દિવસોમાં પણ આ પ્રમાણેની કામગીરી ચાલુ રહેશે. પાટણ જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાનો સમય 1 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સવારનો રાખવામાં આવેલો હતો પરંતુ હવે ગુરુવારથી સરકાર દ્વારા ધોરણ 6 થી8 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ થઇ રહી છે.

ત્યારે જિલ્લાની તમામ શાળાનો સમય હવે 1 સપ્ટેમ્બરથી રાબેતા મુજબ યથાવત રાખવા માટે સુચના આપવામાં આવી છે. અભ્યાસક્રમ ને ધ્યાને રાખી વિષય અને અભ્યાસક્રમ માટે કેવા પ્રકારની શૈક્ષણિક વ્યવસ્થા ગોઠવવી તે અંગેનો નિર્ણય લેવા માટે શાળાના મુખ્ય શિક્ષક ટીપીઓ અને આચાર્ય ને સત્તા આપવામાં આવી છે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર ના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...