રજૂઆત:બેંક એકાઉન્ટ બંધ થઈ જતાં 200થી વધુ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ જમા ન જ થઈ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિષ્યવૃત્તિની રૂ. 6 લાખ જેટલી રકમ સરકારમાં પરત જમા થઈ ગઈ
  • બેન્કિંગ લોકપાલ અને રિઝર્વ બેંકમાં રજૂઆતની સા. ન્યાય સમિતીના ચેરમેનની ચીમકી

જિલ્લામાં ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના 200થી વધુ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટ બંધ થઈ જતા રૂ. 6 લાખ જેટલી શિષ્યવૃતિની ગ્રાન્ટ સરકારમાં જમા થતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃતિથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વાર્ષિક રૂ. 3000ની શિષ્યવૃતિ આપવામાં આવે છે. પાટણ જિલ્લામાં અંદાજે 15000થી વધુ વિદ્યાર્થીઓને તેમના બેંક એકાઉન્ટમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પરંતુ વાલીઓ બાળકોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરતા ન હોવાથી કે પછી મિનિમમ બેલેન્સ રાખતા ન હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓના જુદી જુદી બેંકના એકાઉન્ટ બંધ થઈ ગયા છે.

જેના કારણે 200 જેટલા વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં વર્ષ 2020 21ની શિષ્યવૃતિ જમા થઇ શકી નથી અને શિષ્યવૃત્તિની અંદાજે છ લાખ જેટલી ગ્રાન્ટ પરત જતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે જણાવ્યું હતું કે શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓના જે એકાઉન્ટ ખોલાયા છે તેમાં ટ્રાન્જેક્શન ન થાય કે મિનિમમ બેલેન્સના હોય તો બેંકોએ બંધ કરવા ના જોઈએ. આ બાબતે બેન્કિંગ લોકપાલ અને રિઝર્વ બેંકમાં રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...