પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા આદર્શ વિદ્યા સંકુલ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. તેમાં સંસોધિત હિજરાયલી ખારેખ વાવી અઢળક નફો લેવાનું સૂચન કર્યું. તેમજ રસાયણિક ખાતરોની જગ્યાએ ગૌમૂત્ર અને ગૌ ગોબર દ્વારા કુદરતી છાણનો ખેતીમાં મહત્તમ ઉપયોગ કરી જમીનને બચાવવાનું સૂચન કર્યું.
આઉપરાંત કૃષિ યુનિવર્સિટી સંસોધિત દિવેલા નંબર 8 અને કૃષિ યુનીવર્સીટીના અભ્યાસક્રમો એગ્રીકલ્ચર, ડેરી ટેકનોલોજી, વેટેનરી સાયન્સ તેમજ હોમ સાયન્સ જેવા અભ્યાક્રમોમાં ખેડૂતોના બાળકોને જવામાટે માર્ગદર્શન આપ્યું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞ શાંતિભાઈ પટેલ દ્વારા ખેડૂતો ને બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી હતી.
આ સમારંભના અધ્યક્ષ તેમજ અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પ્રમુખ રામજીભાઈ ચૌધરી,કો-ઓર્ડીનેટર વનવીરભાઈ ચૌધરી, સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના નિવૃત પ્રાધ્યાપક તજજ્ઞ શાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.