પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સ્થાપિત સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયાના પટાંગણમાં આવેલ શ્રીમતી એલ.પી. શાહ કૃષિ ઉ.બુનિયાદી વિદ્યાલય અને શ્રી સર્વમંગલમ્ પ્રાથમિક શાળા, સાગોડીયા શાળા પરિવારનો વાર્ષિકોત્સવ-સમર્પણ-3 અને સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ,અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, નિવૃત નાયબ પોલિસ અધિક્ષક અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જગદીશચંદ્ર શ્રીમાળીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
સાગોડીયા આશ્રમના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ અત્યારે ઉજવાઈ રહેલા દેશની આઝાદીના અમૃત મહોત્સવને અનુરૂપ ભારતનું ગૌરવગાન કરતા દેશ માટે બલીદાન આપનાર સપુતોની યાદમાં, ભીમદેવ ડ્રામા, પૃથ્વીરાજ ચૌહાણ ડ્રામા, મહારાણા પ્રતાપ એક્ટ, શિવાજી એક્ટ,અંગ્રેજોના અત્યાચાર એક્ટ, લક્ષ્મીબાઇ એક્ટ, દાંડીયાત્રા, ભગતસિંહને ફાંસી, ગાંધીહત્યા, સર્જીકલ સ્ટ્રાઇક, કોરોના એક્ટ, ક્લીન ઇન્ડિયા, મેકઇન ઇન્ડિયા જેવી અનેક કૃતિઓ-નાટીકાઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કયૉ હતા.
આ પ્રસંગે આશ્રમના ટ્રસ્ટી ડૉ. મહેન્દ્રભાઇ શાહ, ડૉ. કોટકે પણ ખાસ ઉપસ્થિત રહી બાળકો દ્વારા રજૂ કરાયેલી તમામ કૃતિઓ નિહાળી આનંદ વિભોર બન્યા હતા.સમગ્ર કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન આશ્રમના આનંદીબેન ચૌધરી (વોટરપાર્ક-મહેસાણા)ના માર્ગદર્શન નીચે શાળાના આચાર્ય રાજેશ ટી.પટેલ, અરવિંદભાઇ પી.રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનાં આયોજનમાં વોટરપાર્કની ડીવાઇન્ડ શાળાનું માર્ગદર્શન, ટેક્નીકલ સહયોગ પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે 1966થી ચાલતી આ શાળામાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી પોતાના સંસ્મરણો વાગાળી શાળાની ઉત્તરોત્તર પ્રગતિ જોઇ ખુશી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.