વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની:સમી તાલુકાના મહંમદપુરામાં સરપંચનું નામ સર્વાનુમતે નક્કી કરાયું, સરપંચની ચૂંટણી નહીં યોજાય

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમી તાલુકાના ગાજદીનપુરા અને ચડીયાણા બાદ મહંમદપુરામાં લેવાયો નિર્ણય ગામની એકતાના પ્રતિકરૂપે સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય

પાટણના સમી તાલુકાના બાસ્પા ગામની બાજુમાં જ આવેલા મહંમદપુરા ગામ દ્વારા ગામના સાધુ મંજુલા મનહરદાસની સરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ગામના આગેવાન અને પૂર્વ ડેલિકેટ મફાજી ઠાકોરના પ્રયાસોથી ગામમાં સર્વ સમાજની બેઠક બોલાવી સર્વાનુમતે સરપંચની નિમણૂંક કરવામાં આવી હતી.

આ અંગે જિલ્લા પંચાયત પાટણના આરોગ્ય સમિતિના ચેરમેન મનુજી મફાજી ઠાકોરના જણાવ્યા પ્રમાણે ગઈકાલે ગુરૂવારે ગામના દરેક સમાજના આગેવાનોની બેઠક રામજી મંદિર ખાતે યોજાઈ હતી. જેમાં ગામના સાધુ સમાજના મહિલા ઉમેદવારને સમરસ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં.

ગ્રામ પંચાયતને સરમસ બનાવવા માટે ગામના અગ્રણીઓની એક બેઠક મળી હતી અને ગામની એકતાના પ્રતિક રૂપે ગામમાં સરપંચની ચૂંટણી નહીં યોજવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગામના સાધુ સમાજના મહિલાનું એકમાત્ર ઉમેદવારી ફોર્મ ભરી પંચાયતને બિનહરીફ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમી તાલુકાના ગાદીનપુરા અને ચડીયાણા ગામના લોકો દ્વારા પણ ગામની એકતા જળવાઈ રહે તે માટે માટે આગાઉથી જ સરપંચનું નામ નક્કી કરી ચૂંટણી નહીં યોજવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...