કોવિડ ગાઈડલાઈન:લગ્ન, બેસણા, સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા સરપંચોને સૂચના અપાઈ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સરપંચો સાથે ટેલિકોન્ફરન્સ
  • 475 ગામના સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને માર્ગદર્શન

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ સરપંચો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સાથે ટેલિકોન્ફરન્સ કરી ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ સંક્રમણને અટકાવવા જરૂરી પગલા લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હૉલ ખાતેથી જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા દ્વારા જિલ્લાના 475 ગામના સરપંચો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે ટેલિકોન્ફરન્સ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં શહેરો કે અન્ય ગામોમાંથી આવતા લોકોની અવરજવર તેમજ ભીડ દ્વારા કોરોના સંક્રમણ વધુ ફેલાવાની શક્યતાઓ વચ્ચે ગુજરાત પંચાયત અધિનિયમ 1973ની જોગવાઈઓ મુજબ ચેપી રોગ ફાટી નિકળતો હોય ત્યારે અટકાયતી પગલા ભરવાના હોય છે ત્યારે સરપંચોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

જેમાં જિલ્લાના જે ગામોમાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યો હોય તો તેની સુરક્ષા જાળવવી, લોકોની અવરજવર રોકવી, બહાર ગામથી લોકોના આવાગમન પર નજર રાખવી, હોમ ક્વોરન્ટાઈનનું માર્ગદર્શિકા મુજબ અમલીકરણ કરવા સાથે તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા જેવી જવાબદારીઓ નિભાવવા સરપંચોને તાકીદ કરવામાં આવી હતી.

લગ્ન સમારંભ કે બેસણા જેવા સામાજીક પ્રસંગો તેમજ ધાર્મિક પ્રસંગો વગેરેમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરાવવા સાથે સમગ્ર ગામમાં માસ્કના ફરજીયાત ઉપયોગ, સેનેટાઈઝેશન અને સામાજીક અંતર જાળવાય તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સરપંચોને અપીલ કરવામાં આવી હતી.કોરોના વાયરસના સંક્રમણને ઓળખી શકાય તે માટે આરોગ્ય વિભાગના સંકલનમાં રહી કોમોર્બિડ અને કોવિડના લક્ષણો ધરાવતા લોકોનું સઘન સર્વેલન્સ, ગામમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ અને રસીકરણ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાવવા પણ સરપંચોને અપીલ કરવામાં હતી.

અન્ય સમાચારો પણ છે...