ઉમેદવારના ખર્ચની મર્યાદા:ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર 15થી 45 હજાર સુધીનો ખર્ચ કરી શકશે

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી આયોગ દ્વારા ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી
  • 13થી 22 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂ. 30000
  • 23 વોર્ડની તેમજ 23 થી વધુ વોર્ડની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂ. 45000 સુધીની ખર્ચ કરી શકાશે

19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા નક્કી કરાઈ છે. જેમાં ગ્રામ પંચાયતમાં વોર્ડની સંખ્યા પ્રમાણે સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂ. 15000થી રૂ. 45000 સુધીની ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં 19 ડિસેમ્બરે 177 ગ્રામ પંચાયતની સામાન્ય અને 29 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણી માટે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે ચૂંટણી આયોગ દ્વારા ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં 12 વર્ષ સુધીની ગ્રામ પંચાયતની સરપંચના ઉમેદવાર માટે રૂ. 15000 અને 13થી 22 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂ. 30000 અને 23 વોર્ડની તેમજ 23 થી વધુ વોર્ડની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂ. 45000 સુધીની ખર્ચ કરવા માટેની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ અંગે નિવાસી અધિક કલેકટર એન.ડી પરમારે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા રજીસ્ટરમાં હિસાબો દરેક સરપંચના ઉમેદવારોએ નિભાવવાની રહેશે, સોગંદનામાની સાથે વાઉચરની નકલો સાથે ચૂંટણી અધિકારીને હિસાબોની સાથે સાથે રજૂ કરવાના થશે.

અન્ય સમાચારો પણ છે...