સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા મોડાસામાં મધ્ય ઝોન હોકી ટુર્નામેન્ટ સ્પર્ધામાં સરસ્વતીના ઉંદરાની અંડર-14 બહેનોની ટીમનો મોડાસાની ટીમ સામે 5-1 થી હરાવી ચેમ્પિયન બનતા રાજ્યમાં બહેનોની ટીમે પાટણ જિલ્લાનું નામ રોશન કરતા ગામ સહિત જિલ્લાવાસીઓમાં ગૌરવની લાગણી જોવા મળી હતી. ખેલ મહાકુંભ 2021 મધ્યઝોન હોકી ટુર્નામેન્ટમાં રાજયના વિવિધ જિલ્લામાંથી બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં હોકી ટુર્નામેન્ટમાં પ્રથમ પાટણ અને અમદાવાદ સાથે રમાઈ હતી. અને ફાઈનલ 5-1થી પાટણ વિજેતા થઈ હતી. જેમાં સરસ્વતી તાલુકાના ઉંદરા ગામની તમામ દિકરીઓ ગામનું નામ રોશન કર્યું હતું.
સતત 5 મેચ જીતીને ફાયનલમાં પ્રવેશ મેળવ્યો હતો.આ હોકી ટુર્નામેન્ટમાં વિજેતા બની તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરવાની ખેવના સાથે પ્રાથમિક શાળાના સ્ટાફ ગણ, હોકી ટીમના કોચ લક્ષ્મણસિંહ ઠાકોર ઉંદરા, અને પીટી શિક્ષક માનસિંહભાઈ અને શ્રવણજી ઠાકોર હોટી ટીમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.