તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:સરસ્વતી તાલુકા પંચાયતનું 424 લાખની પુરાંતવાળુ બજેટ મંજુર

નાયતા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરાઈ

સરસ્વતી તાલુકા પંચાયતમાં મંગળવારે પંચાયતના પ્રમુખ પિન્કીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી પી.એન જોષી અને વિસ્તરણ અધિકારી એ.એસ. ચૌધરીએ સામાન્ય સભાની કાર્યવાહી અંગેની જાણકારી આપી હતી.

નાયબ હિસાબનીશ નરેન્દ્રભાઈ મોદીએ 2020-21 અને 2021-22નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઉપસ્થિત સર્વે તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. બજેટમાં રૂ. 104,69,68,000 આવક અને ઉઘડતી સિલક સહિત રૂ.109,06,09,000ની જમા રકમમાંથી અંદાજીત ખર્ચ રૂ. 104,81,31,000 થશે. અને વર્ષના અંતે રૂ. 4,24,78,000 પુરાંતવાળુ અંદાજી પત્રક રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂર કરી ઠરાવ કરાયો હતો.

સભામાં કારોબારી સમિતીના 9 સભ્યોની સંમતિથી કરણાજી સગરામજી ઠાકોરની ચેરમેન તરીકે જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે 5 સભ્યોની સંમતિથી કુબેરભાઈ મકવાણાની વરણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો