આગાહી:સાંતલપુરમાં સવા 3, પાટણ-સરસ્વતીમાં 2 ઇંચ વરસાદ, પાટણ જિલ્લામાં સિઝનમા કુલ 28.52 ટકા વરસાદ

પાટણ2 મહિનો પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લામાં સિઝનમા કુલ 28.52 ટકા વરસાદ વરસતાં 8 તાલુકાઓમાં ઘટ પુરાઈ, ફક્ત શંખેશ્વરમાં 96 મીમી નોંધાયો
  • ઉત્તર ગુજરાતના સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ

પાટણ જિલ્લામાં ચોમાસુ સીઝન શરૂ થયા બાદ લાંબા સમયથી પાટણ અને સાંતલપુર તાલુકામાં છૂટા સવાયા વરસાદી ઝાપટાં બાદ બુધવારે મધરાત્રે સિઝનમાં પ્રથમ વાર મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેમાં સિધ્ધપુર તાલુકાના બાદ કરતા સાંતલપુરમાં સવા ત્રણ ઇંચ અને પાટણ સરસ્વતી તાલુકામાં 2 ઇંચ , ચાણસ્મામાં એક ઇંચ હારીજ રાધનપુર અને શંખેશ્વરમાં અડધો ઇંચ સહિત સમીમાં 6 મીમી વરસાદ વરસતા રોડ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો સહિત ખેતરોમાં પાણી રેલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સીઝનની શરૂઆતમાં 30 જૂન સુધીમાં ફક્ત 4.55 ટકા જ વરસાદ વરસવા પામ્યો હતો ત્યારે છેલ્લા 14 દિવસમાં જિલ્લામાં સરેરાશ 24 ટકા સાર્વત્રિક વરસાદ થતાં આઠ તાલુકાઓમાં વરસાદની ઘટ પુરાઈ છે. ફક્ત શંખેશ્વર તાલુકામાં 96 મીમી વરસાદ હોય હજુ વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

પાટણ જિલ્લામાં સિઝનામાં થયેલ વરસાદના આંકડા
તાલુકો30 જૂન14 જુલાઇ સુધીવધારોટકાવારી
ચાણસ્મા31 મીમી138 મીમી107 મીમી26.86%
હારીજ23 મીમી198 મીમી175 મીમી33.21%
પાટણ24 મીમી203 મીમી179 મીમી28.69%
રાધનપુર40 મીમી218 મીમી178 મીમી33.61%
સમી4 મીમી119 મીમી115 મીમી22.40%
સાંતલપુર12 મીમી164 મીમી152 મીમી36.56%
સરસ્વતી8 મીમી137 મીમી129 અ19.44%
શંખેશ્વર51 મીમી96 મીમી45 મીમી18.23%
સિદ્ધપુર53 મીમી270 મીમી217 મીમી35.09%

નોંધ :- સરકારની ગાઈડલાઈન મુજબ સીઝનમાં 125 મીમીથી વધુ વરસાદ વરસે તે તાલુકા અછતમાંથી બાકાત કરવામાં આવે છે.સમી-શંખેશ્વર તાલુકામાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

ઉ.ગુ.ના 41 તાલુકામાં વરસાદ વરસ્યો
મહેસાણા : વિજાપુરમાં અઢી ઇંચ, કડીમાં 1 ઇંચ, મહેસાણામાં 13 મીમી, જોટાણામાં 12 મીમી, બહુચરાજીમાં 11 મીમી, વિસનગરમાં 7 મીમી
બનાસકાંઠા : પાલનપુરમાં 20 મીમી, ડીસામાં 11 મીમી, દાંતા-વડગામમાં 8 મીમી, લાખણીમાં 5 મીમી, દિયોદરમાં 4 મીમી, ધાનેરા-વાવમાં 3-3 મીમી, દાંતીવાડા-થરાદમાં 2-2 મીમી, કાંકરેજ, અમીરગઢ અને ભાભરમાં 1-1 મીમી
સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં 19 મીમી, વિજયનગરમાં 15 મીમી, તલોદમાં 14 મીમી, હિંમતનગર, પ્રાંતિજ અને વડાલીમાં 8-8 મીમી, પોશીનામાં 7 મીમી, ઇડરમાં 2 મીમી
અરવલ્લી : માલપુરમાં દોઢ ઇંચ, ધનસુરામાં 1 ઇંચ, મેઘરજમાં 13 મીમી, મોડાસામાં 12 મીમી, બાયડમાં 11 મીમી, ભિલોડામાં 8 મીમી

​​​​​​​
​​​​​​​રાધનપુરમાં જર્જરિત દીવાલ પડતાં બેને ઈજા
રાધનપુર : રાધનપુરમાં બુધવારે મોડી રાત્રે ભારે વરસાદના કારણે શાંતિધામ સ્મશાનની પાછળના ભાગે દિવાલ પાસે ઝુંપડા બનાવીને રહેતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતાં. ભારે વરસાદને કારણે જર્જરિત દિવાલ ધારાશાયી થઇ હતી. જેની નીચે સુઈ રહેલા બાબુભાઇ પાંચાભાઇ અને ભીખાભાઇ ઠાકોર વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી. જો કે ગંભીર ઈજાઓ થઇ નહોતી.દીવાલ પડતાં આજુબાજુના રહીશો દોડી આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...