• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sant Lal Saheb Jeevan Samadhi Sthana In Patan Marks The Start Of The Three day Amrit Avasar With A Grand Lokdairo At Night.

ધાર્મિક કાર્યક્રમ:પાટણમાં સંત લાલ સાહેબ જીવંત સમાધિ સ્થાનકે ત્રિદિવસીય અમૃત અવસરનો ભક્તિભર પ્રારંભ, રાત્રે ભવ્ય લોકડાયરો યોજાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં મીરા દરવાજા વિસ્તારમાં આવેલા લોહાણાવાસ લક્ષ્મીપુરા ખાતેના સંત લાલ સાહેબ મંદિર જીવંત સમાધિ સ્થાનક ખાતે નવનિર્મિત ભવ્ય મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એવમ સાપોધ્ધાર પ્રાયશ્ચિત વિષ્ણુ મહાયજ્ઞ સહિતના ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.

પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિષ્ણુ મહાયજ્ઞના પ્રારંભ સાથે ઉત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી. રાત્રે દાતા પરિવારોના સન્માન સાથે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ મોડી રાત સુધી ભજન સત્સંગની રમઝટ મચાવી ઉપસ્થિત ભક્ત ગણોને મંત્રમુગ્ધ કર્યા હતા. પાટણ ખાતે આયોજિત ત્રિદિવસીય આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા સંત લાલ સાહેબ જીવંત સમાધિ સ્થાનક ટ્રસ્ટી ગણના પ્રમુખ રમેશ પ્રહલાદ ઠક્કર, મંત્રી નરેશકુમાર છોટાલાલ ઠક્કર સહિતના સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...