શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરતી પાટણ શહેરની શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની તપોવન સ્કૂલ અને કિંગ વિઝ્ડમ પ્રી સ્કૂલનો સંસ્કાર વાર્ષિકોત્સવ 2022-23 યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવના શુભારંભ પ્રસંગે પાટણ ડાયટના પ્રાચાર્ય પિન્કીબેન રાવલ, શાળા સંચાલક હાર્દિકભાઈ રાવલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
સંસ્કાર વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ ડાયટ ના પ્રાચાર્ય પિન્કીબેન રાવલે બાળકોના ઘડતરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ મહત્વ રહેલું હોવાનું જણાવી બાળકોને શિક્ષણ ની સાથે સાથે રુચિ પ્રમાણે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહિત કરવા જોઈએ તેમ જણાવી શાળાના સંસ્કારો દ્વારા બાળકોનું જીવન ઘડતર સુગંધિત બનતું હોય છે અને શાળા માં પ્રાપ્ત કરેલા સંસ્કારો થકી જ બાળક જીવનમાં પ્રગતિના સોપાનો સર કરતો હોવાનું જણાવી સંસ્કાર વાર્ષિકોત્સવ કાર્યક્રમની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શાળાના સંચાલક હાર્દિક રાવલ દ્વારા તમામ મહાનુભાવો સહિત વાલી ગણને આવકારી બાળકો દ્વારા આયોજિત કરાયેલા સંસ્કાર આધારિત વાષિકોત્સવ કાર્યક્રમ માં સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકો દ્વારા 17 જેટલી વિવિધ સાસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.
સંસ્કાર વાર્ષિકોત્સવ ને અનુલક્ષીને શાળાના તેજસ્વી વિદ્યાર્થી તેમજ રમત-ગમત ક્ષેત્રે શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાના વરદ હસ્તે શિલ્ડ,પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાર્થ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.