અકસ્માત:ખારીવાવડી પાસે રિક્ષાની ટક્કરે સાંકરાના બાઈક ચાલકનું મોત

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન પિતાની દવા જેતાં જ કાળ ભરખી ગયો

પાટણ તાલુકાના ખારીવાવડી ગામના પાટીયા પાસે રિક્ષાની ટક્કરે હારીજ તાલુકાના સાંકરા ગામના બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. પાટણ શહેરમાં લીલીવાડી હોટલ નજીક આવેલ વર્ધમાન નગર સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ભીખાભાઇ પટેલના કાકાના દીકરા હારિજના સાકરા ગામના દશરથભાઈ ઉર્ફે લાલો તળશીભાઇ નારણભાઈ સોમવારે બપોરે તેના પિતાની દવા લેવા માટે પાટણ જઈ રહ્યો હતો. ત્યારે ખારી વાવડી ગામના પાટિયા પાસે વળાંકમાં રીક્ષાની ટક્કર તેના બાઈકને લાગતા દશરથભાઈ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યાં તેનું મોત નિપજયુ હતુ. આ ઘટના અંગે તેની પાસેના કાગળોના આધારે ઓળખ થઈ હતી. જેમાં વિપુલભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...