સ્વચ્છતા સર્વેક્ષણ:પાટણમાં સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ, ચાર વોર્ડમાં કામગીરી અંગે ફીડબેક લેવાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં આગામી રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી માટે નગરપાલિકા દ્વારા સઘન સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેવા સમયે ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ માટે શનિવારથી ટીમ પાટણમાં આવી ગઈ છે અને સર્વેક્ષણની કામગીરી શરૂ કરી છે. બુધવાર સુધીમાં સર્વેક્ષણની કામગીરી પૂરી કરી દેવામાં આવશે.

જેનો રિપોર્ટ કેન્દ્ર સરકારમાં સુપ્રત કરવામાં આવશે. શનિવારે વોર્ડ નંબર 1 અને 10માં સ્વચ્છતાની કામગીરી નિહાળવામાં આવી હતી જ્યારે સોમવારે વોર્ડ નંબર 2 અને 11 માં કેન્દ્રીય ટીમ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં ટોયલેટ બ્લોક, રહેણાક વિસ્તારો તેમજ જાહેરમાર્ગો, સ્થળોની મુલાકાત લઇ સ્વચ્છતાની કામગીરીની ફોટોગ્રાફી કરી સિટિઝન ફીડબેક લેવામાં આવી રહ્યા છે.

ચાલુ સાલે પ્રથમવાર સ્ટાર રેન્કિંગ પણ મળશે
​​​​​​​પાલિકા દ્વારા ગયા માર્ચ મહિનામાં સ્ટાર રેન્કિંગ માટે અરજી ભારત સરકારમાં કરી દેવામાં આવી છે. જેમાં ટૂંક સમયમાં સર્વેક્ષણની કામગીરી કેન્દ્રની ટીમ દ્વારા કરાશે. અગાઉ કોરોના વખતે પાલિકા દ્વારા એપ્લાય કરાઈ હતી અને તે માટે ટીમ આવી પણ હતી પરંતુ પછી સરકાર દ્વારા કોરોનાના કારણે રિઝલ્ટ જાહેર કરાયું ન હતું એટલે ચાલુ વર્ષે પ્રથમ વખત પ્રથમ સ્ટાર રેન્ક પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...