સેમિનાર:નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા સેમિનાર યોજાયો

પાટણએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજમહેલ રોડ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્ર કરી યુવાનોએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ ખાતે સ્વચ્છતા સેમિનાર યોજવામાં આવ્યો હતો. સાથે જ કેમ્પસમાં રેલી યોજી રાજમહેલ રોડ પર સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્રિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની યાદમાં તા.01 ઓક્ટોબરથી તા.31 ઓક્ટોબર સુધી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નોર્થ ગુજરાત એજ્યુકેશન કેમ્પસ ખાતે યુવાનોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત રાજ્યના નિયામક મનિષાબેન શાહે જણાવ્યું કે, સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાનોની ભાગીદારી ખુબ મહત્વની છે. શ્રીમતી શાહે યુવાનોને મોટી સંખ્યામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

નોર્થ ગુજરાત સોસાયટી કેમ્પસ ખાતેથી સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર યુવાનોએ રાજમહેલ રોડ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્ર કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર સુશ્રી અવનીબેન આલ, નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી ભુષણકુમાર પાટીલ, શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...