જાગૃતિ કાર્યક્રમ:સાંતલપુરના બામરોલી ગામે ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામમાં કાર્યરત મહિલા મંડળની બહેનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવ્યાં ગામના આગેવાનોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈ ગામના વિકાસને વેગવંતો બનાવવા અપીલ કરાઈ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામે ક્લીન ઈન્ડિયા અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંતલપુર તાલુકાના બામરોલી ગામે આયોજિત આ કાર્યક્રમમાં ગામમાં ચાલતાં મહિલા મંડળની મહિલાઓને સ્વચ્છતા બાબતે માર્ગદર્શન પુરૂ પાડી ગામજનોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઈ ગામનાં વિકાસમાં સહભાગી બનવાની સાથે ગામનો સંપૂર્ણ વિકાસ કરવા હિમાયત કરવામાં આવી હતી. સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓને સુ વ્યવસ્થિત અમલીકરણ કરવા બાબતે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનું આયોજન મિશન મંગલમ્ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષાબેન વિમલભાઈ તથા ભરતભાઈએ લોકોને જાગૃત કરવા માટે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.

મહિલા મંડળ દ્વારા ચાલતા કાર્યો સાથે ગ્રામીણ વિકાસના કાર્યોમાં પહેલ કરવા જણાવ્યું હતું અને લોકોને પંચાયત પાસેથી પોતાના હક અને અધિકાર મેળવવા તેમજ ગામ પ્રત્યેની પોતાની ફરજ અને જવાબદારીઓ નિભાવી ગામના નાગરિક તરીકે ગામના વિકાસના કાર્યો કરવા જણાવવામાં આવ્યું હતું. આ બાબતે પહેલ કરવા ગામને સ્વચ્છ રાખવા હાકલ કરી અને સ્વચ્છતા માટે શપથ લેવડાવવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશનના વર્ષાબેન, વિમલભાઈ તથા ભરતભાઈ તેમજ મિશન મંગલમમાંથી ભાવનાબેન અને વૈશાલીબેન સાથે મહિલા મંડળના બહેનોએ હાજર રહી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...