આઝાદી કા અમૃત મહોત્સવ:પાટણમાં જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વિવિધ 14 સ્થળેથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો એક હજારથી વધુ લોકો અભિયાનમાં જોડાયા

પાટણમાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ દરવામાં આવ્યું હતું. જેમાં પાટણ નગરની શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાનો, ધાર્મિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ અને નગરજનો જોડાયા હતા. શહેરના વિવિધ 14 સ્થળેથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.

સ્વચ્છ ભારત (ક્લીન ઇન્ડિયા) મિશન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવા ખેલાડીઓ સિંગલ યુઝ પ્લાસ્ટીકના એકત્રિકરણ અને પાટણ નગરને પ્લાસ્ટિક મુક્ત નગર બનાવવાના સંકલ્પ સાથે એક હજાર કરતા વધુ લોકો આ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાયા હતા અને શહેરના વિવિધ સ્થળોની સફાઈ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...