કાર્યક્રમ:પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્યુટીફીકેશન તળાવ અને ગાર્ડનમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
  • યુનિના કુલપતિ ડૉ. જે.જે. વોરાના હસ્તે આયુર્વેદિક અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે શનિવારના રોજ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા કેમ્પસમાં આવેલા હોસ્પિટલ મેનેજમેન્ટ પાછળના બ્યુટીફીકેશન તળાવ અને ગાર્ડનમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેમેસ્ટ્રી વિભાગમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા બગીચા અને તળાવની સાફ-સફાઇ કરવામાં આવી હતી. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યુનિના કુલપતિ ડૉ. જે.જે. વોરાના હસ્તે આયુર્વેદિક અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

કુલપતિ વોરાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ખાતે આવેલા તળાવમાં મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે. જેથી આ તળાવમાં પાણી ભરવામાં આવશે. તેમજ પક્ષીઓને ખોરાક મળી રહે તે માટે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં વિભાગના અધ્યક્ષ સંગીતાબેન શર્મા પ્રોફેસર ડૉ. કોકીલાબેન પરમાર સહિતના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...