સ્નેહ મિલન કાર્યક્રમ:પાટણમાં સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજનો દીપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, નવીન કારોબારીની રચના કરાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણમાં સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે દિપાવલી સ્નેહમિલન અને જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગત વર્ષના હોદેદારોને ચાલુ રાખવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

જેમાં પ્રમુખ તરીકે શક્તિકુમાર જે.ત્રિવેદીની આગેવાની નીચે હોદેદારો નીમવામાં આવ્યાં હતા. કાર્યક્રમમાં ધોરણ દસ અને બારમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી બહેનને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા તેમજ જ્ઞાતિના દરેક વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ દિપાવલી સ્નેહ મિલન પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન મંત્રી ચંદ્રવદનભાઈ એમ.ત્રિવેદીએ કર્યું હતું. જયારે દુષ્યંતભાઇ બી.ત્રિવેદી તથા પરેશભાઈ એલ.ત્રિવેદીએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...