તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સમી પોલીસે ટ્રેકટરની ટ્રોલીમાં ટપક સિંચાઇની પાઈપોની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1306 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.6.61 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમો પકડાયા

પાટણ જિલ્લામાં સમી પોલીસે ટ્રેકટરની ટ્રોલીમાં ટપક સિંચાઇની પાઈપોની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. જેમાં 1306 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.6.61 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમો પકડાયા છે.

ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
પાટણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિને ડામી દેવા રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ એસપી અક્ષયરાજની સુચના આધારે રાધનપુર ડિવાય એસપીએચ.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમી પીએસઆઇ વાય.બી.બારોટની ટીમે શુક્રવારના રોજ સમી હાઈવે પરથી ટ્રેકટરમાં ટપક સિંચાઇની પાઈપો નીચે સંતાડી લઈ જવાતો વિદેશી દારૂના જથ્થાને ઝડપી લઈ ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેકટરની ટ્રોલીમાં ટપક સિંચાઇની પાઈપો નીચેથી વિદેશી દારૂની બોટલો મળી
સમી પોલીસને ચોક્કસ આધારે બાતમી મળી હતી કે સમી હાઈવે ઉપરથી રાજસ્થાન પાર્સિંગના ટ્રેક્ટરમાં ટપક સિંચાઇની પાઈપો નીચે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેથી સમી પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સહિતનાં સ્ટાફે હાઈવે પર વોચ ગોઠવી બાતમી મળેલી રાજસ્થાન પાસિંગના ટ્રેક્ટર પસાર થતા તેને ઉભું રખાવી તલાસી લેતાં ટ્રેકટરની ટ્રોલીમાં ટપક સિંચાઇની પાઈપો નીચેથી વિદેશી દારૂની બોટલો નંગ-1306 કિ.રૂ.4,05,128નો સાથે ટ્રેક્ટર-ટ્રોલી કિ.રૂ.2,50,000 અને રોકડ રકમ મળી કુલ રૂ.6,61,378નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રેક્ટર ચાલક પપ્પુરામ મીરાસી, વિકાસ ગોદારા અને ભંવરલાલ ગોદારા સામે પ્રોહિબીસનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...