તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સમી અને કાંસા પાસેથી રૂ. 1.36 લાખનું 3 હજાર લિટર શંકાસ્પદ બાયોડીઝલ ઝબ્બે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાગદોડ પોલીસ અને સરસ્વતી મામલતદારની કાંસા નજીક રેડ
  • સમી પોલીસ સાથે હારિજ મામલતદારે રાધનપુર હાઈવે પર તપાસ કરી

સરસ્વતી તાલુકાના કાંસા નજીક અને સમી હાઈવે પર પુરવઠા તંત્ર અને પોલીસે સંયુક્ત ઓપરેશન કરી દરોડા પાડી કુલ 3000 લિટર રૂ. 1.36 લાખનો અનઅધિકૃત રીતે વેચાણ થતો બાયોડીઝલ જેવો પદાર્થ પકડી સીઝ કરવામાં આવ્યો હતો. અને આ પદાર્થના નમુના પૃથક્કરણ માટે ગાંધીનગર એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા હતા.

અનઅધિકૃત રીતે બાયોડીઝલના જથ્થાનું વિતરણ થતુ હોવાની તંત્રને બાતમી મળતા સરસ્વતી તાલુકાના કાંસા ભુતિયાવાસણા રોડ પર આવેલા મહેન્દ્ર પેટ્રોલ પંપની પાછળના ભાગે વાગડોદ પીએસઆઇ અને સરસ્વતી મામલતદારે દરોડો પાડી રૂ. 1.30 લાખનો 23000 લીટર બાયોડીઝલ જેવો પદાર્થ પકડી પાડી સિઝ કર્યો હતો. અને બાયો ડીઝલ જેવા પદાર્થના નમૂના લઇ પૃથક્કરણ માટે ગાંધીનગર એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા હતા.

જ્યારે સમી નજીક રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલી ધરતી હોટલના પાછળના ભાગે સમી પીએસઆઇ અને હારીજ મામલતદારે દરોડો પાડી રૂ. 65000નો 1000 લીટર બાયોડીઝલ જેવો પદાર્થ પકડી સીઝ કર્યો હતો. બાયો ડીઝલ જેવા પદાર્થો ના નમૂના લઇ પૃથક્કરણ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા હતા. તેવુ જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ જણાવ્યું હતું. આ અંગે સમી પી.એસ.આઇ વાય બી બારોટે જણાવ્યું હતું કે બાયોડીઝલ જેવો શંકાસ્પદ પદાર્થ સિઝ કરી નમૂના લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...