108 દેવદૂત બનીને આવી:સમી 108ના ઈએમટી અને પાયલોટે પ્રસવ પીડા ભોગવતી મહિલાની વાનમાં જ નોર્મલ ડિલિવરી કરાવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળક અને માતાની તબિયત તંદુરસ્ત હોવાનું તબીબે જણાવતાં પરિવારે સેવાને બિરદાવી

પાટણ જિલ્લામાં 108ની ઈમરજન્સી આરોગ્યની સેવાઓ સરાહનીય બની રહી છે. ત્યારે શંખેશ્વર તાલુકાના રૂની ગામની પ્રસવ પીડા ભોગવતી મહિલાની વાનમાં જ ડિલિવરી કરાવી સમી 108 સેવાના ઈએમટી અને પાયલોટે સરાહનીય કામગીરી કરી હતી.

શંખેશ્વર તાલુકાનાં રૂની ગામનાં અલકાબેન ઠાકોરને પ્રસુતિ પીડા થતાં તેમને પહેલાં સરકારી હોસ્પિટલ શંખેશ્વરમાં સારવાર આપ્યા બાદ ડિલિવરી ના થતાં વધુ સારવાર અર્થે રાધનપુર મોકલવા સમી 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો. જ્યાં ઈએમટી મહેશ ઠાકોર અને પાયલોટ સન્ની પરમારે તાત્કાલિક પહોંચી જઈ પ્રસૃતા મહિલાને 108 વાનમાં રિફર કરવા લઈ જઈ રહ્યા હતા. ત્યારે રાધનપુર-સમી વચ્ચે એમ્બ્યુલન્સમાં મહિલાને પ્રસવનો દુખાવો વધતાં 108ના પાયલોટ અને ઈએમટી દ્વારા મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી વધુ સારવાર માટે રાધનપુર પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં.

જ્યા બાળક અને માતા બંનેની તબિયત તંદુરસ્ત હોવાનું ફરજ પરના તબીબે જણાવતાં મહિલાનાં પરિવાર દ્વારા સમી 108ના ઈએમટી અને પાયલોટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ 108ની ઈમરજન્સી આરોગ્ય સેવાને સરાહનીય ગણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...