તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:પાટણમાં મેડિકલોમાં કોરોનાની દવાઓનું 95 ટકા વેચાણ ઘટ્યું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફક્ત સર્જીકલ અને સામાન્ય રૂટિન બીમારીઓની જ દવાઓનું વેચાણ

કોરોનાની લહેર ખતમ થતા મેડિકલોમાં કોરોનામાં ઉપયોગ લેવાતી દવાઓ અને સુરક્ષાની વસ્તુઓનું મેડિકલ સ્ટોર્સમાં ફક્ત 5 ટકા જ વેચાણ થઇ રહ્યું છે.હાલમાં ફક્ત સર્જીકલ અને સામાન્ય બીમારીઓની રૂટિન જરૂયાત ડાયાબિટીસ સહિતની જ દવાઓનું વેચાણ થઇ રહ્યું છે. પાટણમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ ધમધમતો કારોબાર દવાઓનો હતો.મેડિકલ સ્ટોર્સમાં દવાઓનો સ્ટોક ઘટી પડ્યો હતો. જેને લઇ બ્લેક થવા લાગ્યું હતું. પરંતુ લહેર પૂર્ણ થતા હાલમાં મેડિકલ સ્ટોર્સ વાળાઓના ત્યાં કોઈ દવા લેવા માટે પણ ફરકતું ન હોઈ ઘરાકી એક ઝાટકે 70 % ઘટી જવા પામી છે.

તેમજ જે દવાઓ લેવા માટે દર્દીઓના સગાઓ ભટકતા હતા તે દવાઓ જોઈએ તેટલા પ્રમાણમાં મેડિકલ સ્ટોર્સમાં હાલમાં ઉપલબ્ધ થઇ ગઈ છે.પરંતુ કોરોનામાં સારવારમાં ઉપયોગી દવાઓ સહીત સુરક્ષા માટેની વસ્તુઓની ખરીદી માત્ર 5 ટકા જ થઇ રહી છે.

કોરોનામાં ઉપયોગ થતી દવાઓની 95 % માંગ ઘટી
દવાઓના હોલસેલ વેપારી મેહુલ પટેલે જણાવ્યું હતું કે કોરોનામાં માલની જે માંગ હતી.તે દવાઓની હાલમાં 5 ટકા પણ માંગ નથી.સ્ટોક પણ મેડિકલ સ્ટોર્સ વાળા મંગાવતા નથી.હાલમાં કોઈ પણ દવાની અછત નથી.ફક્ત સર્જીકલ અને સામાન્ય રૂટિન બીમારીઓની દવાઓનુ જ વેચાણ થાય છે.

કોરોના જતા જ મેડિકલ સ્ટોર્સને 70 % ઘરાકી ઘટી ગઈ
રોનક મેડિકલ સ્ટોરના વેપારી રોહિતભાઈએ જણાવ્યું કે કોરોનામાં તેજી આવેલ તમામ દવાઓ,સૅનેટાઇઝર,માસ્ક હવે ફક્ત 5 % વેચાણ થાય છે.રૂટિન સામાન્ય બીમારીઓની દવાઓ જ વેચાણ થતા 70 % ઘરાકી ઘટી છે.

અન્ય સમાચારો પણ છે...