હોળી-ધુળેટીના તહેવારનો થનગનાટ:પાટણની બજારોમાં ધાણી, ખજૂર ,હાયડા સહિતની વસ્તુઓનું વેચાણ, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં વધારો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

હોળી-ધુળેટી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પાટણ શહેર અને જિલ્લામાં ધાણી, ખજુર, મગફળી, હાયડા જેવી ચીજવસ્તુના વેપારીઓ વેચાણ કરવા લાગી ગયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.

હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં જિલ્લાવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. પાટણ શહેર સહિત જિલ્લાની બજારોમાં વેપારીઓ દ્વારા ધાણી, ખજૂર, મગફળી અને હાયડાના સ્ટોલો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જો કે, મોંઘવારીની અસર હોળીના તહેવારમાં પણ જોવા મળી રહી છે. આ સાથે સાથે બજારમાં ધાણી, ખજૂર, સિંગ, ચણાની પણ ખરીદી જોવા મળી રહી છે. હાલ ચણા 1 કિલો ના રૂ .150 ,સિંગ રૂ 160, જા૨ની ધાણી રૂ.120, મકાઈની ધાણી રૂ.140 અનેહાઇડા 100રૂ ખજૂર રૂ. 80 થી 100 ના ભાવે વેચાણ થઈ રહ્યું છે તેમ વેપારી જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...