• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Said There Will Be Change On The Holy Land Of Patan With The Blessings Of Goddess Shakti, Do Not Underestimate The Power Of Women

ડો.રાજુલ દેસાઈનો હુંકાર:કહ્યું- પાટણની પવિત્ર ભૂમિ પર દેવી શક્તિના આશીર્વાદ સાથે પરિવર્તન આવશે, નારી શક્તિને ઓછી ન આંકતા

પાટણ3 મહિનો પહેલા

પાટણ વિધાનસભા બેઠક ઉપર અંતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારની મોડી રાત્રે ડૉ. રાજુલબેન દેસાઈના નામની પસંદગી કરવામાં આવી છે. પાટણ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. રાજુલબેન દેસાઈનું ભારતીય જનતા પાર્ટી દ્વારા નામ જાહેર કરાયા બાદ મંગળવારે સૌ પ્રથમવાર તેઓએ પાટણ વિધાનસભા વિસ્તારમાં પ્રવેશ કરતાં સદારામ ચોકમાં સ્થાપિત શ્રી સદારામ બાપાની પ્રતિમાને પુષ્પાંજલિ સાદર કરી આશીર્વાદ મેળવ્યા હતા.

શુભેચ્છા સંમેલનમાં હાજરી આપી
ત્યારબાદ તેઓએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પરિચય અને શુભેચ્છા સંમેલનમાં હાજરી આપી હતી. પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરોનો પરિચય મેળવી શુભેચ્છાઓ સ્વીકારી હતી.

પાટણ બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી કરાઈ
આ પ્રસંગે પાટણ વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવેલા ડો.રાજુલબેન દેસાઈએ પોતાની પસંદગી કરવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કરી પાટણ વિધાનસભા વિસ્તારમાં અધુરા વિકાસ કામોની સાથે સાથે મહિલાઓના ઉત્થાન માટે પોતે પ્રયત્નસિલ બની કામ કરવા તત્પર હોવાનું જણાવ્યું હતું. તેમજ પાટણમાં પરિવર્તન લવાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સૃષ્ટિ પર કઈ નવસર્જન કરવાનું થયું છે ત્યારે માં શક્તિનું બિરાજમાન થયું
વધુમાં જણાવ્યું કે, પાટણની પવિત્ર ભૂમિ ઉપર દેવી શકિતની કૃપાથી જ્યારે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે નારી શક્તિને ઓછી ના આંકતા આ કોગ્રેસ વાળાઓને કહી દેજો જયારે, જયારે સૃષ્ટિ પર કઈ નવસર્જન કરવાનું થયું છે ત્યારે માં શક્તિનું બિરાજમાન થયું છે, હું દીકરી છું પાટણની દીકરી છું એટલે મને આ દેવીઓની અદસ્ય શક્તિથી પાટણની જનતા માટે આ દેવીઓના આશીર્વાદથી હું આવી છું. મને વિશ્વાસ છે કે, એ શક્તિ મને કંઈક પ્રકૃતિઓ કાઈ નક્કી કરેલી છે. પકૃતિ મને આપણી વચ્ચે લાવી છે અને આપણી દીકરી પાટણમાં પરિવર્તન લાવવાની એ મનોબળ સાથે આપણા વિસ્તારમાં આવી છું. તેવું ચોક્કસ પણે માનુ છું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ નારી શક્તિ રૂપી પાટણ વિધાનસભા વિસ્તારનું કમળ ગુજરાતમાં ભાજપનાં શુસાસનમાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરી હતી.

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પરિચય શુભેચ્છા સમારંભ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, મહિલાઓ સહિત પાટણ વિધાનસભા વિસ્તારના સુજ્ઞ મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...