• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Said In Siddpur Congress Worked To Divide The Country And The Region, BJP Government Is Moving Ahead With The Mantra Of 'Sab Ka Saath And Sab Ka Vikas'.

જે.પી.નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર:સિદ્ધપુરમાં કહ્યુ-કોંગ્રેસે દેશ અને પ્રદેશને વિભાજીત કરવાનું કામ કર્યું, ભાજપની સરકાર 'સબ કા સાથ અને સબ કા વિકાસ' મંત્રને લઈને આગળ ચાલી રહી છે

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ જીત મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની જંગી જાહેર સભા પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે યોજાઈ હતી. વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતના સમર્થનમાં સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા ખાતે આવેલા એનએનમિલના મેદાનમા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લામાંથી કોંગ્રેસને સાફ કરી નાખજોઃ નડ્ડા
જે.પી.નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 70 દિવસમાં જ નર્મદા ડેમની 70 મીટર ઉંચાઈ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમ જણાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર પાટણ જિલ્લામાંથી કોંગ્રેસને સાફ કરી નાખજો તેવું આહ્વાન કર્યું હતું.

'દેશની ચીંતા જો કોઈએ કરી છે તો તે ભાજપની સરકારે કરી'
જે.પી.નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દેશ અને પ્રદેશને વિભાજીત કરવાનું કામ કર્યું છે, જ્યારે ભાજપની સરકારે સબ કા સાથ અને સબ કા વિકાસ મંત્રને આગળ લઈને ચાલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકારે પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યાં છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય રિપોર્ટ કાર્ડ લઈને આવી છે? તેઓએ ક્યારેય દેશની ચીંતા કરી નથી, દેશની ચીંતા જો કોઈએ કરી છે તો તે ભાજપની સરકારે કરી છે.
સિદ્ધપુરમાં વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં આયોજિત કરાયેલી વિશાળ જંગી જાહેર સભાઓમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની સાથે સિદ્ધપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર, પુર્વ સાંસદ દિલીપ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા, કિરણભાઈ શાસ્ત્રી , નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય , મનીષભાઈ આચાર્ય સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને સિદ્ધપુર વિધાનસભા બેઠકનાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...