તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:દુનાવાડા ગામે લગ્ન પ્રસંગમાં આવી સગીરાનું મહેસાણાના યુવાને અપહરણ કર્યાની ફરિયાદ

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સગીરાના પિતાએ હારીજ પોલીસ મથકે યુવાન સામે અપહરણની ફરિયાદ નોંધાવી

મહેસાણામાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગ અર્થે પાટણના દુનાવાડા ગામ ખાતે આવ્યો હતો. તે દરમિયાન મહેસાણાનો એક શખ્સ દુનાવાડા આવ્યો હતો અને લગ્ન પ્રસંગમાંથી સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે અપહરણ કરનાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હારીજ તાલુકાના દુનાવાડા ગામ ખાતે સંબંધીના લગ્ન પ્રસંગ હોય મહેસાણાનો પરિવાર આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. સગીરા લગ્ન પ્રસંગમાં દુનાવાડા આવી હોવાની જાણ થતાં મહેસાણાનો સુનિલજી રાજુજી ઠાકોર પણ દુનાવાડા પહોંચ્યો હતો. જ્યાં તેણે સગીરાને લગ્નની લાલચ આપી હતી અને ત્યાંથી ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ સુનિલજી ઠાકોર સામે સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો